ગૌરવ પટેલ :- લીમખેડા
ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે છ વર્ષ પૂર્વે બનેલા ફાયરીંગના બનાવમાં પતિ-પત્નીને લીમખેડા સેશન્સ કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી..
પીપરગોટા ગામે 2017 ના ફાયરિંગના બનાવમાં પતિ પત્નીને દોષી કોર્ટે ઠેરવ્યો,ત્રણ વર્ષની કેદ 10,000 રૂપિયા નો દંડ ફટકાર્યો
લીમખેડા તા.27
ધાનપુર તાલુકાના પીપરગોટા ગામે છ વર્ષ અગાઉ જમીન સંબંધી બાબતે એક વ્યક્તિએ તેમના જ ગામના એક વ્યક્તિ ઉપર ફાયરિંગ કરતા આ ફાયરિંગના બનાવમાં ઇજાગ્રસ્ત થયેલા ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ આ બનાવ સંબંધે ધાનપુર પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.જે બાદ આ કેસ લીમખેડા ત્રીજા એડિશનલ જજની કોર્ટમાં ચાલી જતા કોર્ટે બંને પતિ પત્નીને દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદ તેમજ 10000 રૂપિયાનો દંડ ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લાની લીમખેડા ત્રીજા એડિશનલ કોર્ટ દ્વારા સમાજમાં ઉત્તમ દાખલો બેસે તે હેતુસર તેમજ સમાજમાં દાખલો બેસાડવા માટે ગુનેગારોમાં કાયદો અને કાનૂનનો ડર પેદા થાય તે હેતુથી અપહરણ બળાત્કાર પોક્સો જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા આપવાનો સિલસિલો શરૂ કર્યો છે ત્યારે આજે લીમખેડા બીજા એડિશનલ સેસન્સ કોર્ટના જજ મોહમ્મદ હનીફ બેગ અકબર બેગ મિર્ઝા એ 6 વર્ષ અગાઉ જમીન સંબંધી બાબતે થયેલા ફાયરિંગના બનાવમાં પતી પત્નીને દોશી ઠેરવી ત્રણ વર્ષની સજા અને દસ હાજર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે બનાવની વિગત અનુસાર ધાનપુર તાલુકાના પીપર ગોટા ગામના ઢાકરવા ફળિયાના દિનેશ પુલીયાભાઈ વહોનિયા તેમજ તેની પત્ની નંદાબેન આજથી છ વર્ષ અગાઉ. એટલેકે 2017 ફેબ્રુઆરી હોળીના તહેવાર ટાણે માદરે વતન આવ્યા હતા અને કુવા પર ન્હાવા ધોવા જતા હતા તે દરમિયાન ગોરસીંગ રાયસીંગ ડાંગી તેમજ તેની પત્ની રમતુંબેન ડાંગી મળતા તેઓએ પહેલેથીજ તેઓના જમીન સંબંધી બાબતે જણાવ્યું હતુંકે આપણે એક જ સેડે રહેવાનું છે અને જમીન માટે કેમ ઝગડાઓ કરો છો તેમ વાતચીત કરતા તે સમયે ઉશ્કેરાયરલા ગોરસિંગા રાયસીંગ ડાંગીએ ઘરેથી બંદૂક લાવી આજે તને છોડવાનો નથી તેમ કહી બંદૂકમાંથી ભડાકો કરતા બંદૂકમાંથી છૂટેલાં છરાઓ શરીરના ભાગે વાગતા તેઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. જે બાદ 108 મારફતે ઈજાગ્રસ્ત દિનેશ વોહનિયાને દવાખાને ખસેડવામાં આવ્યા હતા.અને ત્યારબાદ ઉપરોક્ત બનાવ સંદર્ભે ધાનપુર પોલીસે ફાયરિંગ અંગેનો ગુનો દાખલ કરી બન્ને પતી-પત્નીની ધરપકડ કરી જે બંદૂકમાંથી ફાયરિંગ કર્યું હતું.તે બંદૂક પણ કબ્જે લીધી હતી.ઉપરોક્ત બનાવ લીમખેડા ત્રીજા એડિશનલ સેન્સસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ગુનાની ગંભીરતાને જોઈ ઉપરોક્ત બન્ને પતી પત્નીને દોશી ઠેરવી ત્રણ વર્ષની સજા અને દસ હાજર રૂપિયાનો દંડ ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.