બાબુ સોલંકી :- સુખસર
સુખસર પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ
સુખસર,તા.૨૭
આજરોજ સુખસર પોલીસ સ્ટેશન ખાતે સુખસર પી.એસ.આઇ જી.બી.ભરવાડ ની અધ્યક્ષતામાં શાંતિની સમિતિની મીટીંગ યોજવામાં આવી હતી.જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.અને ગુરૂવારના રોજ ગણપતિ વિસર્જન તથા મુસ્લિમ સમાજના તહેવાર નિમિત્તે ભાઈચારા થી આ તહેવારોની ઉજવણી કરવા આહવાન કરવામાં આવ્યું હતું. તેમજ મુસ્લિમ સમાજના બિરાદરો સવારના નમાજ અદા કરી તેમના તહેવારની ઉજવણી કરશે જ્યારે ગણપતિ વિસર્જન શોભાયાત્રા બપોરના 1 વાગ્યા પછી કાઢવા સમાજના આગેવાનોએ સંમતિ દર્શાવી હતી.તેમજ સુખસર પી.એસ.આઇ દ્વારા ગામની વિવિધ સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી.
તેમાં ગામના આગેવાનોએ સુખસર ગામમાં કેટલાક વાહન ચાલકો દ્વારા પુરપાટ દોડાવતા વાહન ચાલકો ઉપર લગામ કસવા સહિત ગામમાં કેટલીક જગ્યાએ દુકાનદારો દ્વારા દુકાનો આગળ વધુ પડતા દબાણો ઉભા કરી અવરજવર કરતા રાહદારીઓ તથા વાહન ચાલકોને અડચણ ઊભી કરતા લોકો સામે પગલાં ભરવા ઉપસ્થિત આગેવાનોએ જણાવતા પોલીસની ફરજમાં આવતી કામગીરી કરી સમસ્યાઓ દૂર કરવા સુખસર પી.એસ.આઇ દ્વારા બાહેધરી આપવામાં આવી હતી.સુખસરમાં દુકાનોની આગળ ખોટી રીતે દબાણો ઊભા થતા ટ્રાફિકની સમસ્યા નડતર છે.જે સમસ્યાઓ સુલઝાવવા પણ જણાવ્યું હતું.
સુખસર પી.એસ.આઈ દ્વારાજણાવ્યું હતું કે,ગામમાં સ્વચ્છતા માટે આપણે સૌ નાગરિકોએ સાથે મળી સ્વચ્છતા નિવારણ કરવા આગળ આવવું પડશે.તેમજ ગુરૂવારના રોજ ગણેશ વિસર્જન નિમિત્તે પોલીસ ફરજાધીન રહેશે સાથે-સાથે ગ્રામજનો નો સહકાર પણ જરૂરી રહેશે તેમ પણ જણાવ્યું હતું.ત્યારે ઉપસ્થિત આગેવાનોએ પણ ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન પૂરતો સહકાર આપવા બાહેધરી આપી હતી.