
યાસીન ભાભોર :- ફતેપુરા
ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી અંતર્ગત સરકારનો નવતર અભિગમ..
ફતેપુરામાં ગણેશ વિસર્જનને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈ
ફતેપુરા તા. ૨૭
આજે તારીખ 27 સપ્ટેમ્બર 2023 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા પોલીસ મથકે પી.એસ.આઇ.જે.બી. તડવી ના અધ્યક્ષ સ્થાને ગણેશ વિસર્જન ને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.
સરકારના નવતર અભિગમ ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી અંતર્ગત આ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ઉપસ્થિત ગણેશ મંડળના આયોજકો સાથે ગણેશ વિસર્જન ના રૂટ વિશે અને તૈયારીઓ વિશે પીએસઆઈ ચર્ચાઓ કરી હતી અને જાણકારી મેળવી હતી.
આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો વેપારીઓ તેમજ આજુબાજુના ગામોના સરપંચો અને ફતેપુરા નગરના ગણેશ મંડળના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા