રાજેશ વસાવે :- દાહોદ
દધિચી ઋષિની જયંતિ ભાદરવા આઠમથી ઉજવણીનો આરંભ
દુધિમતિ નદીની આરતી સાથે દાહોદ શહેરનો સ્થાપના દિવસની ઉજવણી કરાઈ..
સર્વ ધર્મ સમાદર સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું,દર વર્ષે સ્થાપના દિનની ઉજવણી કરાશે..
દાહોદ તા.22
ભાદરવા સુદ આઠમને દધિચી જયંતીના પર્વે દાહોદ શહેરના સ્થાપના દિવસની ઉજવણી ધુમધામ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. સર્વ ધર્મ સમાદર સમિતિ દ્વારા આ ઉજવણી પૂર્વે ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને પાલિકા પ્રમુખ ગોપી દેસાઇને લેખિત રજૂઆત પણ કરી હતી.
સદીઓથી અસ્તિત્વ ધરાવતા દાહોદનો ઇતિહાસ અને પુરાણોમાં પણ દધિપદ્ર પંથક તરી ઉલ્લેખ છે. અસુરોના નાશ માટે પોતાના શરીરેનો ત્યાગ કરીને દધિચી ઋષિએ પોતાના અસ્થિનું દાન આપ્યુ હોવાનું ઇતિહાસમાં નોંધાયેલું છે. દાહોદની પૂર્વ દિશામાં વહેતી દૂધિમતી નદી ઋષિ દધિચીના નામથી ઓળખાય છે. નગરની આ ઓખળ અનંત સુધી વિસ્તરતી જાય અને શહેરીજનોમાં નગર માટે આત્મિયતા સ્થાપિત થાય એવા ઉમદા હેતુને કેન્દ્રમાં રાખી ઋષિ દધીચીની જયંતિ ભાદરવા સુદ આઠમને દાહોદ સ્થાપના દિન તરીકે પ્રસ્થાપિત કરવા સવ્ર ધર્મ સમાદર સમિતિએ બીડુ ઉપાડ્યુ હતું.શનિવારના રોજ ઉજવણી અંતર્ગત નગર પાલિકા હોલમાં આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોએ દાહોદ વીશે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતાં. આ ઉપરાંત એકબીજાને શુભેચ્છા પાઠવી મોઢુ મીઠુ કરાવવા સાથે આતશબાજી પણ કરવામાં આવી હતી. સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત શહેરીજનોએ ભેગા મળીને સાંજના સમયે દુધિમતી નદીની મહા આરતી પણ કરવામાં આવી હતી. દર વર્ષે દધિચી ઋષિની જન્મ જયંતિએ દાહોદનો સ્થાપના દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.