ગરબાડા પોલીસની મોટી કાર્યવાહી: સરાબલી ચોકડી પરથી ફિલ્મી ઢબે દારૂ ભરેલી કાર ઝડપાઈ, બુટલેગર ફરાર! પોલીસને જોઈ બુટલેગર અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો; રૂ. ૭.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા પોલીસની મોટી કાર્યવાહી: સરાબલી ચોકડી પરથી ફિલ્મી ઢબે દારૂ ભરેલી કાર ઝડપાઈ, બુટલેગર ફરાર!

પોલીસને જોઈ બુટલેગર અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો; રૂ. ૭.૭૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

દાહોદ તા. ૨૯

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ગરબાડા પોલીસે બાતમીના આધારે એક મોટી સફળતા મેળવી છે. ગરબાડાની સરાબલી ચોકડી પરથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી એક ફોર-વ્હીલર ગાડી ઝડપી પાડી છે. જોકે, પોલીસને જોઈને બુટલેગર અંધારાનો લાભ ઉઠાવી ગાડી મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. 

 

 ગરબાડા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક ફોર-વ્હીલર ગાડીમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે સરાબલી ચોકડી પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન GJ-01-RZ-0578 નંબરની શંકાસ્પદ ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોતાં જ બુટલેગર ગાડી રસ્તા પર જ મૂકીને અંધારામાં ગાયબ થઈ ગયો હતો. પોલીસે જ્યારે ગાડીની તલાશી લીધી ત્યારે તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ ૧૬૮૦ બોટલો મળી આવી હતી.

 

 

પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરીને નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે વિદેશી દારૂની કિંમત: રૂ. ૨,૭૭,૪૪૦/ દારૂ ફોર-વ્હીલર ગાડીની કિંમત: રૂ. ૫,૦૦,૦૦૦/ મળી કુલ જપ્ત મુદ્દામાલ:રૂ. ૭,૭૭,૪૪૦ જપ્ત કર્યો હતો આ સમગ્ર કામગીરી DySP એમ. કે. સ્વામી તેમજ ગરબાડાના PI એસ. એમ. રાદડિયાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જેમાં ગરબાડા પોલીસ સ્ટાફના ASI શૈલેષભાઈ અમલીયાર કોન્સ્ટેબલ જયદીપસિંહ અતુલભાઈ તેમજ PC વિશાલભાઈએ પ્રશંસનીય ભૂમિકા ભજવી આ દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો.

 

ગરબાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. હાલમાં અંધારાનો લાભ લઈને ભાગી છૂટેલા બુટલેગરને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Share This Article