પંચ પીપલીયા રેલ સેક્શનમાં અપ લાઈન શરૂ કર્યાના 15 કલાક પછી ટ્રેકનો અમુક હિસ્સો પુનઃ ધસી જતા અપલાઈન બંધ કરવાની ફરજ પડી.
ગતરોજ અપલાઇનનો ટ્રેક ચાલુ કર્યા બાદ ગુડ્સ ટ્રેન પસાર કરી અપ લાઈન શરૂ કરાઈ હતી..
આજે બપોરે 3 વાગ્યાની આસપાસ પુનઃ રેલવે ટ્રેક પાસેનો અમુક હિસ્સો ધસી જતા અપલાઈનનો રેલ વ્યવહાર ખોરવાયો
રેલવે સત્તાધીશોની નિઘરાણીમાં 500 થી વધુ રેલ કર્મીઓનો કાફલો ટ્રેક રીપેર કરવામાં જોતરાયો..
સ્થળ પર પોકમેન, મશીનો,જેસીબી, સહિતના અન્ય સંસાધનો સાથે ટ્રેક સમારકામ પૂર જોશમાં કાર્યરત…
અપ લાઈન બંધ થતાં ડાઉન ટ્રેક પર બંને તરફની ટ્રેનોનું સંચાલન: રેલ વ્યવહાર પ્રભાવિત થવાની આશંકા..
દાહોદ તા.17
પશ્ચિમ રેલવેના રતલામ મંડળ માંથી પસાર થતા દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર પંચપીપળીયા સેક્શનમાં રેલવે ટ્રેકના પેરામીટર્સમાં પુન બદલાવ આવતા તેમજ યુદ્ધના ધોરણે ચાલુ કરેલો અપલાઈનના ટ્રેક ઉપરની મેટલ પુનઃ ધસી આવતા મોડીરાત્રેથી પૂર્વવત થયેલો રેલ વ્યવહાર આજે બપોર સુધી ચાલ્યો હતો. પરંતુ બપોર બાદ ટ્રેકનો એક હિસ્સો પુનઃ ધસી જતા ટ્રેકના પેરામીટર્સમાં બદલાવ આવતા અપ લાઈન રેલવે ટ્રેક હાલ બંધ કરવામાં આવ્યો છે.અને બપોરના ત્રણ વાગ્યાં થી 500 થી વધુ રેલકર્મીઓ યુદ્ધના ધોરણે ટ્રેક રીપેર કરવાની કામગીરી હાથ ધરી છે.
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ અમરગઢ-પંચપીપલીયા સેક્શનમાં ભારે વરસાદના પગલે લેન્ડ સ્લાઈડીંગ થતાં ત્રણ દિવસ પૂર્વે નિઝામુદ્દીન-મિરાજ દુરંતો એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો.જેના પગલે બે કલાક સુધી અતિ વ્યસ્ત ગણાતા દિલ્લી મુંબઈ રેલમાર્ગને બંધ કરવાની ફરજ પડી હતી.રેલવે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. અને બે કલાક બાદ ડાઉન ટ્રેક ચાલુ કરી દેવામાં આવ્યો હતો.પરંતુ અપલાઈન પર ભારે નુકસાન થયું હોવાથી 9 કલાકની જહેમત બાદ અપ લાઈનનું પણ સમારકામ પૂર્ણ કરી ચાલુ કરી દેવામાં
આવી હતી. જેના પગલે સંખ્યાબંધ ટ્રેનો પ્રભાવિત થઈ હતી.તો બીજા દિવસે પણ આ સેક્શનમાં ભારે વરસાદના પગલે ટ્રેકના પેરામીટરમાં અંતર આવતા રેલવે તંત્ર દ્વારા ગોધરા રતલામ સેક્શન વચ્ચે અપ લાઈનને સસ્પેન્ડ કરવાનું નિર્ણય કર્યો હતો જેના પગલે 11 જેટલી સુપરફાસ્ટ ટ્રેનોને અન્ય માર્ગો ઉપર ડાઈવર્ટ કરવામાં આવી હતી. ચાર જેટલી ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી હતી. તો સાથે સાથે નવ જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી હતી.તથા ત્રણ ટ્રેનોને રી શિડયુલ કરવામાં આવી હતી.જો કે પંચ પીપળીયા સેક્શનમાં યુદ્ધના ધોરણે કામગીરી કરાતા ગતમુડી રાત્રીના આશરે 11.45 વાગ્યાના સુમારે અપલાઈન ચાલુ કરી તેના ઉપરથી ગુડ્સ ટ્રેન પણ
પસાર કરવામાં આવી હતી. ત્યાર પછી તમામ પેસેન્જર ટ્રેન અને રેલ અપડેટ પર રેગ્યુલર કરવામાં આવી હતી. આમ દિલ્હી મુંબઈના રેલમાર્ગ પર ફરી ટ્રેનો દોડતી થવા પામી હતી.જે આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલુ રહી હતી.પરંતુ અચાનક બપોરે 03:00 વાગ્યા પછી સમારકામ કરેલી કેટલીક સ્થાનો ઉપર પુનઃ એકવાર પેરામીટર્સમાં બદલાવ આવતા તેમજ કેટલીક ખામી સર્જાતા અને અન્ય કેટલીક સામગ્રી ટ્રેક ઉપર ધસી આવતા પુનઃ એકવાર આ ટ્રેક બંધ કરવાની ફરજ પડી હતી.હાલ સમાચાર લખાય છે. ત્યાં સુધી 500 થી પણ વધુ રેલકર્મીઓ આ ટ્રેકના સમારકામમાં લાગી પડ્યા છે.અને મોડીરાત્રે સુધીમાં ટ્રેકને સંપૂર્ણ તો ચાલુ કરવાની આશાઓ વ્યક્ત કરાઇ રહી છે. ત્યારે હાલ તો ડાઉન ટ્રેક ઉપરથી વારાફરતી ધીમી ગતિએ ટ્રેનોને પસાર કરવામાં આવી રહી છે જેથી પુનઃ એકવાર ટ્રેનો વિલબ્ થી ચાલવાની શક્યતાને નકારી શકાતી નથી