કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ની નવીન કારોબારીની રચના કરવામાં આવી..
સીંગવડ તા. ૧૯
માં ભમરેચી અને મેઘરાજાના સતત સાનિધ્યમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દાહોદ જિલ્લા આયોજિત સીંગવડ તાલુકા ની સામાન્ય સભા આજરોજ તા.16/09/2023 ને શનિવારના રોજ સીંગવડ ખાતે યોજાઇ હતી.જેમાં શિક્ષણના તાલુકાના વિવિધ પ્રશ્નો અને સુધારાત્મક ચિંતન અને મનન જિલ્લા પ્રમુખ દેસિંગભાઇ તડવી અને ટીમ ના સભ્યોની આગેવાનીમાં કરવામાં આવ્યું. જેમાં જૂની પેન્શન યોજના(OPS), પુરવણી બિલો અને સદસ્યતા અભિયાન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.
સાથે-સાથે સીંગવડ તાલુકાની જૂની કારોબારી ટીમને બરખાસ્ત કરી આગામી ત્રણ વર્ષ માટે મહત્વના હોદ્દાઓની પ્રતિનિધિ દ્વારા જાહેરાત કરવામાં આવી જેમાં
પ્રમુખશ્રી :- પિયુષભાઈ ચરપોટ
મંત્રી :- મહેન્દ્રભાઈ બારીઆ
સંગઠન મંત્રી :- લલિતભાઈ ડામોર
મીડિયા સેલ કન્વિનર :- પ્રકાશભાઈ આચાર્ય
કોષાધ્યક્ષ :- અરવિંદભાઈ કિશોરી
ઉપાધ્યક્ષ :- દિનેશભાઈ સરદારસિંહ બારીઆ
સહમંત્રી :- દિનેશભાઈ નવલસિંહ બારીયા
તાલુકા આંતરિક ઓડિટર :- પંકજભાઈ પટેલ
ઉપાધ્યક્ષ :- માનજીભાઈ નીસરતા
ઉપાધ્યક્ષ :- જયેશભાઈ ડામોર
સહમંત્રી :- સાવનસિંહ ચૌહાણ
મહિલા ઉપાધ્યક્ષ :- પરમાર માલતીબેન
જેવા હોદ્દાઓની જાહેરાત કરી દરેકને નવા જોમ અને જુસ્સા સાથે સીંગવડ માં કાર્યરત રહેવા અભિનંદન સાથે હાર્દિક શુભેચ્છા પાઠવી રાષ્ટ્રગીત સાથે સમાપન કરવામાં આવ્યું હતું.