રાજેશ વસાવે :- દાહોદ
પશ્ચિમ રેલવેના અમરગઢ- પંચ પીપળીયા સેકન્ડમાં અપ લાઇનનું ધોવાણ થતા ટ્રેક નું સમારકામ ત્રીજા દિવસે પણ યથાવત..
રેલવેના ઉચ્ચ અધિકારીઓના નિઘરાણીમાં વરસાદી વિઘ્ન વચ્ચે 500 રેલ કર્મીઓ આધુનિક મશીનો સાથે યુદ્ધના ધોરણે સમારકામમાં જોતરાયા..
ત્રીજા દિવસે રતલામ મંડળમાંથી પસાર થતી સુપરફાસ્ટ ટ્રેનોના માર્ગ બદલાયા, 7 મહત્વપૂર્ણ ટ્રેનો રદ કરાઈ
દાહોદ તા.18
રતલામ મંડળમાં સમાવિષ્ટ અમરગઢ-પંચ પીપલીયા સેક્શનમાં નિઝામુદ્દીન-મિરાજ દુરંતો એક્સપ્રેસ ડિરેલ થયા બાદ રેલવે દ્વારા બંને તરફનો રેલ વ્યવહાર બંધ કરી યુદ્ધના ધોરણે ટ્રેક રીસ્ટોર કામગીરી હાથ ધરવામાં આવી હતી.અને બે કલાકની જહેમત બાદ ડાઉન ટ્રેક શરૂ કરી દેતા રેલવે તંત્ર દ્વારા ધીમી ગતિએ ડાઉન ટ્રેક પર બંને તરફનો રેલ વ્યવહાર શરૂ કર્યો હતો અને અપ લાઈનને રીસ્ટોર કરવામાં લાગી ગયા હતા. અને આશરે છ કલાકની જહેમત બાદ અપ લાઇનને શરૂ કરી હતી. પરંતુ ઉપરોક્ત સેક્શનમાં ભારે વરસાદના કારણે લેન્ડ સ્લાઈન્ડિંગની સાથે ટ્રેકનું મોટા પાયે ધોવાણ થતા અપ લાઈનના ટ્રેકને સસ્પેન્ડ જાહેર કરી ડાઉન લાઈન મારફતે બંને તરફનો રેલ વ્યવહાર સંચાલિત કરવામાં આવી રહ્યો હતો.જેના પગલે પરમ દિવસે, ગઈકાલે અને આજે ત્રીજા દિવસે પણ અપ લાઈનનું સમારકામ ચાલુ રહેતા રેલવે તંત્રે સંખ્યાબંધ ટ્રેનોને ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. તો કેટલીક ટ્રેનોને રદ કરવાની પણ ફરજ પડી છે. હાલ અમરગઢ-પંચ પીપલિયા સેક્શનમાં એક તરફ અપ લાઇનનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યો છે.ત્યારે બીજી તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વરસાદના વિઘ્ન વચ્ચે અપ લાઈનનું તમારા કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રેલવે તંત્રના ઉચ્ચ અધિકારીઓની સીધી નિઘરાણી હેઠળ 500 થી વધુ રેલ કર્મીઓ ટ્રેક પર સમારકામ કરી રહ્યા છે. યુદ્ધના ધોરણે ચાલી રહેલા આ કામમાં યાંત્રિક મશીનો,જેસીબી,ડમ્પર,પોકલેન,ક્રેન સહીત અન્ય આધુનિક મશીનો દ્વારા તેમજ બોલ્ડર,બ્લાસ્ટ અને ક્વેરી ડસ્ટની મદદથી અપ લાઈનનું સમારકામ ચાલી રહ્યું છે. જેના પગલે ત્રીજા દિવસે પણ ગોધરા-રતલામ સેક્શનમાં ઘણીખરી ટ્રેનોના રુટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે તો કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે..
પશ્ચિમ રેલવે દ્વારા ત્રીજા દિવસે ડાયવર્ટ કરાયેલી ટ્રેનોની યાદી…
ડાયવર્ટ કરાયેલી ટ્રેનો:-
1. 18 સપ્ટેમ્બર, 2023ના રોજ, નિઝામુદ્દીનથી ચાલતી ટ્રેન નંબર નાગદા-ભોપાલ-ઈટારસી-ખંડવા-કલ્યાણ-પનવેલ થઈને જશે.
2. 18 સપ્ટેમ્બર, 2023ના રોજ, ચંદીગઢથી ચાલતી ટ્રેન નંબર 12450 ચંદીગઢ મડગાંવ એક્સપ્રેસ નાગદા-ભોપાલ-ઈટારસી-ખંડવા-કલ્યાણ-પનવેલ થઈને જશે.
3. 17 સપ્ટેમ્બર, 2023ના રોજ બરૌનીથી નીકળનારી ટ્રેન નંબર 19038 રતલામ-ચિત્તૌરગઢ-અજમેર-પાલનપુર-અમદાવાદ-વડોદરા થઈને બરૌની બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ જશે.
4. 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ ગાઝીપુર શહેરથી ચાલતી ટ્રેન નંબર 20942 ગાઝીપુર સિટી બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ નાગદા-ભોપાલ-ઈટારસી-ખંડવા-જલગાંવ-ચલથાણ-ભેસ્તાન-વાપી થઈને જશે.
5. 17 સપ્ટેમ્બર, 2023ના રોજ, ટ્રેન નંબર 19168 વારાણસી અમદાવાદ એક્સપ્રેસ રતલામ-ચિત્તૌરગઢ-ઉદયપુર શહેર-અસારવા થઈને દોડશે.
6. 18 સપ્ટેમ્બર, 2023ના રોજ, ટ્રેન નંબર 22660 યોગનગરી ઋષિકેશ કોચુવેલી એક્સપ્રેસ વાયા નાગદા-ભોપાલ-ઈટારસી-ખંડવા-જલગાંવ-કલ્યાણ-પનવેલ યોગનગરી ઋષિકેશથી ચાલશે.
7. ટ્રેન નંબર 19490 ગોરખપુર અમદાવાદ એક્સપ્રેસ 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ ગોરખપુરથી રતલામ-ચિત્તૌરગઢ-ઉદયપુર શહેર-અસારવા થઈને રવાના થઈ હતી.
8. ટ્રેન નંબર 12917 અમદાવાદ નિઝામુદ્દીન એક્સપ્રેસ વાયા અસારવા-ચિત્તૌરગઢ-રતલામ અમદાવાદથી 18મી સપ્ટેમ્બર, 2023ના રોજ દોડી રહી છે.
9. ટ્રેન નંબર 04168 અમદાવાદ આગ્રા કેન્ટ સ્પેશિયલ એક્સપ્રેસ 18મી સપ્ટેમ્બર, 2023ના રોજ અમદાવાદથી અસારવા-ચિત્તોડગઢ-રતલામ થઈને દોડી.
10. ટ્રેન નંબર 09622 બાંદ્રા ટર્મિનસ અજમેર સ્પેશિયલ એક્સપ્રેસ 18મી સપ્ટેમ્બર, 2023ના રોજ બાંદ્રા ટર્મિનસથી વડોદરા-અમદાવાદ-પાલનપુર-અજમેર થઈને દોડી.
11. ટ્રેન નંબર 11465 સોમનાથ જબલપુર એક્સપ્રેસ 18મી સપ્ટેમ્બર, 2023ના રોજ સોમનાથથી અસારવા-ચિત્તોડગઢ-રતલામ થઈને દોડી.
12. ટ્રેન નંબર 19309 ગાંધીનગર કેપિટલ ઇન્દોર શાંતિ એક્સપ્રેસ વાયા અસારવા-ચિત્તૌરગઢ-રતલામ ગાંધીનગર રાજધાનીથી 18મી સપ્ટેમ્બર, 2023ના રોજ દોડશે.
13. 17 સપ્ટેમ્બર, 2023ના રોજ, ટ્રેન નંબર 20941 બાંદ્રા ટર્મિનસ ગાઝીપુર સિટી એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસથી ભેસ્તાન-ચલથાન-જલગાંવ-ખંડવા-ઈટારસી-ભોપાલ-નાગદા થઈને દોડશે.
14. 17 સપ્ટેમ્બર, 2023ના રોજ, ટ્રેન નંબર 12955 મુંબઈ સેન્ટ્રલ-જયપુર એક્સપ્રેસ વાયા વડોદરા-અમદાવાદ-પાલનપુર-અજમેર-જયપુર મુંબઈ સેન્ટ્રલથી દોડશે.
18 સપ્ટેમ્બર, 2023ની રદ કરાયેલી ટ્રેનો:-
1. ટ્રેન નંબર 122944 ઇન્દોર દાઉન્ડ એક્સપ્રેસ
2. ભોપાલ દાહોદ નાગદા સ્ટેશન પર ટ્રેન નંબર 19340 ટૂંકી નાગદા-દાહોદ વચ્ચે રદ કરાઈ.
3. ટ્રેન નંબર 12962 ઈન્દોર મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ
4. ટ્રેન નંબર 09358 રતલામ દાહોદ સ્પેશિયલ
5. ટ્રેન નંબર 12956 જયપુર મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ
6. ટ્રેન નંબર 09357 દાહોદ રતલામ સ્પેશિયલ
7. 18 સપ્ટેમ્બર, 2023 ના રોજ, ટ્રેન નંબર 19820 કોટા વડોદરા એક્સપ્રેસ, રતલામ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ, રતલામ-વડોદરા વચ્ચે રદ કરવામાં આવી.
19 સપ્ટેમ્બર, 2023ની રદ કરાયેલી ટ્રેનો:-
1. ટ્રેન નંબર 22943 દાઉન્ડ ઇન્દોર એક્સપ્રેસ