રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકાના જુદા જુદા 31 ગામોમાં 84 કાચા મકાનો ને નુકસાન તંત્ર દ્વારા સર્વે હાથ ધરાયો
ગરબાડા તા. ૧૮
દાહોદ જિલ્લામાં મેઘરાજાએ મન મૂકીને એન્ટ્રી મારતા ગરબાડા તાલુકાના વિવિધ વિસ્તારો ઇજાગ્રસ્ત થયા હતા હવાના સુસવાટા સાથે વરસાદ વરસતા અનેક નદી નાળા તેમજ ડેમો છલકાઈને અવરફલો થયા હતા ત્યારે વાત કરીએ તો ગરબાડા તાલુકામાં તારીખ 19 /9 /2023 થી તારીખ 18 /9 /2023 સુધીમાં જુદા જુદા 31 ગામોમાં 84 જેટલા કાચા અને પાકા મકાનોને નુકસાન થયેલું જોવા મળ્યું હતું હાલ તંત્ર દ્વારા આ બાબતનો સર્વે તાલુકામાં હાથ ધરવામાં આવ્યો છે જેમાં 31 ગામોમાં 84 મકાનોને અંદાજિત 32,48,000 જેટલું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે સત્તાવાર માહિતી મળી રહી છે હાલ ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા પણ નુકસાન થયેલા વિસ્તારનો સર્વે કરીને સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવે તેવી રજૂઆત પણ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી કરી હતી