Monday, 16/05/2022
Dark Mode

દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં દેશભક્તિના અનેરા માહોલમાં ૭૫માં સ્વાતંત્રતા પર્વની શાનદાર ઉજવણી:સ્વતંત્રતા પર્વ નિમિત્તે કોરોનાકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ, તબીબોનું કરાયું સન્માન..

August 15, 2021
        490
દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં દેશભક્તિના અનેરા માહોલમાં ૭૫માં સ્વાતંત્રતા પર્વની શાનદાર ઉજવણી:સ્વતંત્રતા પર્વ નિમિત્તે કોરોનાકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ, તબીબોનું કરાયું સન્માન..

જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં દેશભક્તિના અનેરા માહોલમાં ૭૫માં સ્વાતંત્રતા પર્વની શાનદાર ઉજવણી

પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રભારીમંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી

સ્વતંત્રતા પર્વ નિમિત્તે કોરોનાકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ, તબીબોનું કરાયું સન્માન

દાહોદ તા.15

૭૫માં સ્વતંત્રતા પર્વની દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણી અહીંના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશભક્તિના અનેરા માહોલ વચ્ચે કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને સલામી આપી હતી. સમગ્ર ઉજવણી કોવિડ પ્રોટોકોલ અનુસાર કરવામાં આવી હતી.

તિરંગાને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશમાં પ્રારંભે મંત્રી શ્રી વસાવાએ ભારતની આઝાદીની સંઘર્ષ ગાથાને યાદ કરી હતી અને સ્વતંત્રતાના સેનાનીઓના પુણ્યનામનું સ્મરણ કરતા કહ્યું કે ગુલામીની જંઝીરોમાંથી મુક્ત કરાવવા માટે અનેક નરબંકાઓએ જબરજસ્ત સંઘર્ષ કર્યો. જેના પરિણામે આજે આપણે આઝાદ ભારતના સંતાન હોવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે.

 

જનસેવાના નવ દિવસના આ મહાયજ્ઞમાં ૧૬ હજાર ઉપરાંત જનહિતલક્ષી કાર્યક્રમોમાં ગુજરાતના ૪૮ લાખ ૫૬ હજાર ઉપરાંત નાગરિકોને અમે વિવિધ યોજના અન્વયે રૂા.૧૩ હજાર કરોડના વિકાસ કાર્યોનો લાભ આપી શક્યા તેનો આનંદ છે. માત્ર નવ દિવસમાં આટલા મોટા ફલક ઉપર યોજનાકીય લાભો આપી ગુજરાતે ઈતિહાસ સજર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજયના સૌ કોઈને પ્રતીતિ થઈ છે કે, આ સ૨કા૨ એમની છે. આ સરકાર અને પ્રજા વચ્ચે કોઈ અંતર નથી. સંવેદના અને સૌહાર્દના સેતુ ઉ૫૨ અમે જનજનનો વિશ્વાસ પ્રાપ્ત કરી શક્યા છીએ.

રાજ્ય સરકાર ગરીબોની, વંચિતોની, પીડીતોની, શોષિતોની, આદિવાસીઓની દરકાર લેનારી સ૨કા૨ છે. ૧૨,૮૦૦ સેવા સેતુના કાર્યક્રમોના માધ્યમથી રાજયના બે કરોડથી વધુ લોકોને અમે તેમના ઘરઆંગણે જઈને તેમને જરૂર હોય એવા ૫૬ સરકારી દસ્તાવેજો પૂરા પાડ્યા છે. કોરોના કાળમાં ૬૮.૮૦ લાખથી વધુ ગરીબ એનએફએસએ પરિવારોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે. લોકાડાઉન દરમિયાન રાજયના ૮૦ ટકા લોકોને અમે વિનામૂલ્યે અનાજ આપી ગરીબોના આશીર્વાદ મેળવ્યા છે. પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી શહેરી તેમજ ગ્રામ્ય આવાસ યોજનાના સુદ્રઢ અમલીક૨ણ દ્વારા લાખો ગરીબ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન અમે સાકાર કર્યુ છે.

આ વેળાએ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શીતલબેન વાઘેલા, સભ્ય શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, અગ્રણી શ્રી શંકરભાઇ અમલિયાર, શ્રી નરેન્દ્રભાઇ સોની, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, એસપી શ્રી હિતેશ જોયસર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, નિવાસી અધિક કલેક્ટર શ્રી અશોક પાંડોર સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ફતેપુરા નગરમાં 75 સ્વતંત્ર દિનની આન બાન શાનથી ઉજવણી કરવામાં આવી:સરકારી બિનસરકારી કચેરીમાં ધ્વજને સલામી આપવામાં આવી

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર થઈ ફતેપુરા તાલુકામાં ૭૫માં સ્વતંત્ર દિવસની આન બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી હતી સવારથી જ દેશભક્તિના ગીતો સાંભળવા મળતા હતા ફતેપુરા મામલતદાર કચેરી ના પટાગણમાં ફતેપુરા પ્રાંત કુલદીપ દેસાઈ ફતેપુરા કોર્ટ ના પટાંગણમાં જજ શ્રી એ એ દવે સાહેબ ના વરદ હસ્તે ધ્વજને સલામી આપવામાં આવી હતી તાલુકા પંચાયતના પટાંગણમાં તાલુકા પ્રમુખ શ્રી તેમજ ગ્રામ પંચાયતના પટાંગણમાં રમેશભાઇ પટેલના ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જાગૃતિ કન્યા વિદ્યાલયમાં પત્રકાર અને એડવોકેટ શબ્બીરભાઈ સુનેલ વાલા ના વરદ હસ્તે ધ્વજને સલામી આપવામાં આવી હતી તેમજ શાળામાં રિટાયર થયેલ શિક્ષક ને શાળા પરિવાર તરફથી પ્રમાણપત્ર શબ્બીર ભાઈ સુનેલ વાળા ના વરદ હસ્તે રિટાયર થતા શિક્ષકને આપવામાં આવેલું આઈ કે દેસાઇ સ્કૂલના પટાંગણમાં રજાકભાઈ પટેલ પોલીસ સ્ટેશનમાં ચુનીલાલ ભાઈ ચરપોટ તેમજ કુમાર પ્રાથમિક શાળામાં દિલીપભાઈ પ્રજાપતિ ધ્વજવંદન કર્યું હતું જ્યારે ફતેપુરા કન્યાશાળામાં તાલુકા પંચાયતના સભ્ય કાંતિભાઈ તેમજ ફતેપુરા સહકારી મંડળીમાં ચેરમેન ડોક્ટર અશ્વિનભાઈ પારગી ધ્વજ નેસલામી આપેલ હતી તેમજ સાસ્કૃતીક કાર્યક્રમો રજૂ થયા હતા સ્વતંત્ર પર્વ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ શિક્ષકો મામલતદાર પી એન પરમાર તાલુકા વિકાસ અધિકારી ઠાકોર ગ્રામ પંચાયતના સરપંચ કચરુભાઈ પ્રજાપતિ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય શ્રીઓ ફતેપુરા તાલુકા ભાજપ પ્રમુખ રામાભાઇ પારગી ઉપ પ્રમુખ પંકજભાઈ પંચાલ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ધ્વજવંદન ના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

સંજેલી  સેવાસદન કચેરી,કુમાર શાળા,પોલિસ સ્ટેશન,ન્યાય મંદિર ઇટડી. ખાતે ૭૫ માં સ્વાતંત્રતા પર્વની ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી હતી. 

કપિલ સાધુ :- સંજેલી 

તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવેલ હતો.જેમાં સંજેલી મામલતદાર પી.આઇ.પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.કુમાર શાળા માં કિરણભાઈ સરપંચ દ્રારા ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ.અને ન્યાય મંદિર ઇટાડી ખાતે  જે.જે. યાદવ જજ સાહેબ દ્રારા ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ.  આ પ્રસંગેવૃક્ષારોપણ તેમજ શિક્ષકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.અને તેમની કામગીરી બિરદાવી હતી.આ પ્રસંગે સંજેલી પી.એસ.આઇ  એસ એમ લાશન, નાયબ મામલતદાર સુજલ ચૌધરી,TDO,તાલુકા પ્રમુખ ભુપેન્દ્ર સંગાડા, સરપંચ કિરણ રાવત,જિલ્લા મંત્રી રુચિતા રાજ,તથા મામલતદાર કચેરી નો સંપૂર્ણ સ્ટાફ ,પોલીસ સ્ટાફ,શિક્ષક મિત્ર,તથા નગરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .

ગરબાડામાં તાલુકા પંચાયત,ગ્રામ પંચાયત, ગરબાડા માધ્યમિક શાળા , પ્રાથમિક શાળા તથા મામલતદાર કચેરી વિવિધ જગ્યા એ આઝાદીના 75મા અમૃત મહોત્સવ ની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી 

વનરાજ ભુરીયા :- ગરબાડા 

ગરબાડા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના 75 મા આઝાદી અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગરબાડા ના નાયબ મામલતદાર ડામોર ના વરદ હસ્તે તિરંગો લહેરાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું આઝાદી ના ૭૫મા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન કોરોના ની મહામારી મા ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કોરોના વોરિયર્સ ની કામગીરી ને બિરદાવી તેમને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા

આઝાદી અમૃત મહોત્સવના કાર્યક્રમ મા ગરબાડા તાલુકા વિકાસ અધિકારી, ગરબાડા સી.એચ.સી ના મેડિકલ ઓફિસર ડો.મહેતા, વન વિભાગ સ્ટાફ,પોલીસ સ્ટાફ, આરોગ્ય વિભાગ ના કર્મચારી ઓ તથા નાયબ મામલતદાર ડામોર સહિત કચેરી નો સંપૂર્ણ સ્ટાફ , નગર ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

સિંગવડ તાલુકા માં 75માં સ્વતંત્ર દિન નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરાઈ.

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકામાં ૭૫માં સ્વતંત્ર દિન નિમિત્તે સીંગવડ ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી જીવણભાઈ વહુનીયા તથા તાલુકા પ્રાથમિક શાળા ખાતે ડેપ્યુટી સરપંચ નરસિંહભાઈ સંગાડા તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા સિંગવડ સીંગવડ મામલતદાર તથા તાલુકા પંચાયત સીંગવડ ના સંયુક્ત ૭૫માં સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું તેમાં સીંગવડ સરપંચ રણધીકપુર પોલીસ સ્ટાફ સિંગવડ રેન્જ ફોરેસ્ટ આર.એફ.ઓ તથા સ્ટાફ તાલુકા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સ્ટાફ મામલતદાર સ્ટાફ cdpo ટીપીઓ સિંગવડ શિક્ષકો તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગામના નાગરિકો તથા ગામડામાંથી પધારેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ધ્વજ વંદન પછી તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર દ્વારા ટૂંકમાં સંબોધન કરવામાં આવ્યું હતું ત્યાર પછી કોરોના ની મહામારીમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ પોલીસ સ્ટાફના નવ જેટલા અધિકારીઓને ને સન્માન પત્ર આપવામાં આવ્યા જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છ જેટલા કર્મચારીઓને મેં પણ સન્માન પત્ર આપવામાં આવ્યા અને પ્રાથમિક શાળાના ૭ શિક્ષકોને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તથા શિક્ષણ સારુ આપવા બદલ તેમને પણ સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યા ત્યાર પછી આવેલા મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

લીમડી તેમજ રૂપાખેડા ગામે ૭૫માં સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિના અનેરા ઉત્સાહ સાથે ઉજવણી થઈ 

સૌરભ ગેલોત / સુમીત વણઝારા

આજ રોજ 75 માં સ્વતંત્ર દિવસ નિમિ્તે લીમડી ગ્રામ પંચાયત ખાતે સરપંચ શ્રી શીલા બેન મોરી ના હસ્તે, શ્રી બી પી અગ્રવાલ હાઈ સ્કૂલ ખાતે અને કુમાર શાળા લીમડી ખાતે શ્રી ઉત્કર્ષ ભાઈ શર્મા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ સાથે આજ રોજ ગ્રામ પંચાયત લીમડી દ્વારા લીમડી નગર માં કોરોના ના સમય માં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા લોકો ને સમ્માન પત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યું હતું

જયારે ઝાલોદ તાલુકાના રૂપાખેડા ગામની પ્રાથમિક શાળામાં માજી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની  ઉપસ્થિતિમાં સ્વાતંત્ર પર્વની

દેશભક્તિના અનેરા ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
AllEscort