કાળઝાળ ગરમીમાં પણ ૮૦ વર્ષના દાદી પહોંચ્યા મતદાન કરવા ધાનપુર પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા અનિલકુમાર તડવીએ મતદાન બુથ સુધી જવામાં મદદ કરી

Editor Dahod Live
1 Min Read

કાળઝાળ ગરમીમાં પણ ૮૦ વર્ષના દાદી પહોંચ્યા મતદાન કરવા

ધાનપુર પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા અનિલકુમાર તડવીએ મતદાન બુથ સુધી જવામાં મદદ કરી

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લામાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવ સમાન ચૂંટણી પ્રક્રિયામાં જ્યારે સામાન્ય નાગરિકો મતદાન કરવા ઉમટી પડ્યા છે. ઘણા લોકો દેશ પ્રત્યે ફરજ નિભાવવામાં બેદરકારી દાખવતા હોય છે. વડીલો દ્વારા સ્થાનિક ચૂંટણીમાં મતદાન કરવાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં મતદાન સમયે અનેક સ્થળોએ પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેમાં ધાનપુર તાલુકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આ લોકશાહીના પર્વમાં ૮૦ વર્ષના દાદી કે જેઓ ચાલી શકવા તો ઠીક પરંતુ તેઓ જાતે ઉભા પણ રહી શકતા ન અસમર્થ હતા, તેઓ પણ આજે કાલીયાવડ પ્રાથમિક શાળા ખાતે પોતાનો પવિત્ર મત આપવા મતદાન મથકે પહોંચ્યા હતા. કાળઝાળ ગરમીમાં પણ ૮૦ વર્ષના દાદી તેમના પૌત્ર સાથે મતદાન મથકના ગેટ પર પહોંચતા જ ધાનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનિલકુમાર તડવીએ દાદીને ગેટ પરથી મતદાન બુથ પર અંદર લઈ જવામાં મદદ કરી હતી. આજના આ લોકશાહીના પવિત્ર દિવસે આ દાદી યુવાઓ સહિત તમામ મતદારો માટે મતદાન અંગે જાગૃતિ લાવવા માટે પ્રેરણા દાયક બન્યા હતા.

Share This Article