
ગરબાડા તાલુકાના નવા ફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્યના હસ્તે નવીન એમ્બ્યુલન્સ નું લોકાર્પણ.
ગરબાડા તા. ૬
ગરબાડા તાલુકાના આંતરિયાળ ગામોમાં એમબ્યુલન્સ ઇમરજન્સી આરોગ્યની સુવિધા મળી રહે તે હેતુથી નવા ફળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય એમ્બ્યુલન્સ નું લોકાર્પણ ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરના હસ્તે કરવામાં આવ્યું હતું.જેમાં ઘર આગણે ગામડા ની વસાહતો સુધી પહોચી , આરોગ્ય પ્રાથમિક સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે. જેમાં દર્દી ની ઓનલાઈન ડેટા અને રજિસ્ટ્રેશન , જીપીએસ દ્વારા રિયલ ટાઇમ ટ્રેકિંગ તેમજ તાલીમબદ્ધ કર્મચારીઓ દ્વારા તબીબી સેવાઓ નિશુલ્ક પૂરી પાડવામાં આવે છે. વિના મૂલ્યે આપવાની વ્યવસ્થા સાથે તબીબી સેવાઓ જેવી કે તાવ , ઝાડા , ઉલટીની સારવાર , ચામડી ની રોગો ની સારવાર , સામાન્ય રોગો ની સારવાર , રેફરલ સેવા , નાના બાળકોની સારવાર , સગર્ભા માતાની પ્રાથમિક તપાસ , ઉપરાંત લેબોરેરી જેમાં હિમોગ્લબિન ની તપાસ , મલેરીયા ની તપાસ , પેસાબ ની તપાસ , લોહીમાં સુગર ની તપાસ , પ્રગનેન્સી ટેસ્ટ વગેરે સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર,મેડિકલ ઓફિસર આર.કે મહેતા,અર્જુનભાઈ ગણાવા,દાહોદ જિલ્લા મંડળ ઉપપ્રમુખ ચંદુભાઈ ગણાવા,ભાવેશભાઈ ગણાવા,ભાજપના કાર્યકર્તાઓ તેમજ આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.