લીમખેડા તાલુકાના દુધિયાની પરણિતાને દહેજની માંગણી કરી લાકડી તેમજ ગડદાપાટુનો માર મારતા 5 લોકો સામે ગુનો નોંધાયો..
લીમખેડા તા.05
લીમખેડા તાલુકાના દુધિયા ગામે 40 વર્ષીય મહિલાને તેના પતિ તેમજ સસરા તેમજ અન્ય સાસરીયા પક્ષના લોકો દ્વારા દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાંસ ગુજારી લાકડીઓના ફટકા મારી જાનથી મારી નાખવાની ધાકધમકી આપતા સાસરિયાઓના અમાનુષી ત્રાસ અને હિંસા પરણીતાએ થી વાજ આવેલી પરણીતા એ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે પરણીતાના પતિ સસરા તેમજ અન્ય સાસરી પક્ષ સહિતના પાંચ ઈસમો સામે ગુનો નોંધાવ્યા નું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડા તાલુકાના દુધિયા ગામના સતકેવલ સોસાયટીની રહેવાસી સકીનાબેન અર્જુનભાઇ જામુનીયા ગતરોજ રાત્રીના પોણા ત્રણ વાગ્યાના સુમારે ઘરમાં સુઈ રહી હતી અર્જુનભાઇ ગેબીલાલ જામુનીયાએ હાથમાં લાકડી સાથે માં બહેન સમાણી ગાળો બોલતા આવી તુ તારા બાપના ઘરેથી દહેજમાં કઇ લાવેલ નથી તને અમારા ઘરમાં રહેવા દેવાની નથી તુ અહીયાથી જતી રે તેમ કહી તેના પતિ અર્જુનભાઈ જામુનીયા, સસરા ગેબીલાલ જામુનીયા
તેમજ તેના પુત્ર આશિષ જામુનીયા દ્વારા પીઠ ઉપર લાકડીના ફટકા મારી જમીન પર પછાડી ગેબી માર મારતા પરિવારજનોના મારથી બચવાં બહાર આવેલી પરણિતાને ઘરની બહાર જેઠ લક્ષ્મણભાઇ ગેબીલાલ જામુનીયા તથા પ્રિતેશભાઇ લક્ષ્મણભાઇ જામુનીયાએ પકડીને લાપટ ઝાપટ મારી માર મારતા ઘરેલુ હિસાનો ભોગ બનેલી સકીનાબેન ઘરેથી ભાગી લીમખેડા રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે પહોંચી તેમના પિયર પક્ષના લોકોને જાણ કરતા તેઓ પણ તાબડતોડ લીમખેડા હોસ્પિટલ ખાતે દોડી આવેલી ઈજાગ્રસ્ત સકીનાબેનને વધુ સારવાર અર્થે દાહોદના ઝાઈડ્સ હોસ્પીટલ ખાતે મોકલી દીધી હતી.
ઉપરોક્ત બનાવમાં પતિ તેમજ સાસરી પક્ષના લોકોની હિંસાનો ભોગ બનેલી 40 વર્ષીય પરણીતા સકીનાબેન અર્જુનભાઇ ગેબીલાલ જામુનીયાએ તેના પતિ,સસરા, જેઠ સહીત 5 ઈસમો સામે ગુનો દાખલ કરાવતા લીમખેડા પોલીસે ઉપરોક્ત પાંચેય ઈસમો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.