Wednesday, 04/12/2024
Dark Mode

આદિવાસી સુરક્ષા યાત્રાનું ખેરગામમાં સમસ્ત આદિવાસી સમાજ અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ભાવભીનું ભવ્ય સ્વાગત.

September 6, 2023
        593
આદિવાસી સુરક્ષા યાત્રાનું ખેરગામમાં સમસ્ત આદિવાસી સમાજ અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ભાવભીનું ભવ્ય સ્વાગત.

રાજેશ વસાવે :- દાહોદ 

આદિવાસી સુરક્ષા યાત્રાનું ખેરગામમાં સમસ્ત આદિવાસી સમાજ અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ભાવભીનું ભવ્ય સ્વાગત.

ખેરગામ તા. ૫

આદિવાસી સુરક્ષા યાત્રાનું ખેરગામમાં સમસ્ત આદિવાસી સમાજ અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ભાવભીનું ભવ્ય સ્વાગત.

ગત 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસના રોજ સમગ્ર દેશના આશરે 12 કરોડ જેટલાં આદિવાસીઓને એકસૂત્રતાથી બાંધવા,સામાજિક તેમજ રાજકીય પ્રતિનિધિત્વ મજબૂત કરવા તેમજ સમાજના વિવિધ પ્રશ્નોને વાચા આપવા આદિવાસી સમાજના મહામાનવ અને દેશના સન્માનનિય ક્રાંતિકારી બિરસા મુંડાના જન્મસ્થળ ઝારખંડ રાજ્યના ખૂંટી જિલ્લાના ઉલીહાતું ગામથી નીકળેલ આદિવાસી સુરક્ષા યાત્રા પાણીખડકના તંત્યા મામાં ભીલ સર્કલ પર આશરે 4000 કિલોમીટર જેટલી યાત્રા કરીને આવેલા આગેવાનો રાજુભાઈ વળવાઈ,કેતનભાઈ બામણીયા,ચિરાગ સંગાડા સહિતના કુલ 25 જેટલાં આગેવાનોનું ખેરગામના પાણીખડક ખાતે સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ડો.દિવ્યાંગી પટેલ,આદિવાસી એકતા પરિષદ સંયોજક કમલેશભાઈ પટેલ,મંગુભાઇ,યોગેશભાઈ, વિજયભાઈ,ઠાકોરભાઈ,વેણીલાલભાઈ,નઝીરભાઈ,સંજયભાઈ,

આદિવાસી સુરક્ષા યાત્રાનું ખેરગામમાં સમસ્ત આદિવાસી સમાજ અને અન્ય સમાજના આગેવાનો દ્વારા ભાવભીનું ભવ્ય સ્વાગત.

મનુભાઈ,ગુલાબભાઇ,ગણપતસિંહ,દલપતભાઈ,રાજુભાઈ,નવીનભાઈ,નરેશભાઈ, અશોકભાઈ,રમણભાઈ, ચંદુભાઈ,લલ્લુભાઇ,મહેશભાઈ,મુકેશભાઈ,મણિલાલભાઈ,સતિષભાઇ,સંદીપભાઈ,ધર્મેશભાઈ, રોહિતભાઈ,જશવંતભાઈ,રમેશ ભાઈ મિલ,ઉમેશભાઈ,કાર્તિક,ભાવિન,ભાવેશ,મિતેશ,પ્રણવ,જીતેન્દ્ર,રિન્કેશ,કેયુર,કૃણાલ,યશ,પ્રકાશ મેહુલ,જીગ્નેશ સહિતના યુવાનોએ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તંત્યા મામાં ભીલને ફુલહાર કરી મહેમાનોનું ફુલહારથી સ્વાગત કરેલ હતું.આ પ્રસંગે ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું કે આદિવાસી સમાજના વિવિધ પ્રશ્નોને વાચા આપવા નીકળેલી આદિવાસી સુરક્ષા યાત્રા નું અમે દિલથી સ્વાગત કર્યે છીએ અને દરેક સમાજને સાથે લઈને ચાલવાના અમારા પ્રયાસોને અન્ય સમાજના આગેવાનો પણ હવે ધીરે ધીરે વધાવી રહ્યા છે.કોઈપણ સરકાર દ્વારા કોઈપણ સમાજને થતાં અન્યાયોને વાચા આપવાનું કામ અમે કરતા રહીશું અને વિવિધ સમજોને જોડીને દેશની પ્રગતિનું કામ કરતા રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!