દાહોદ નજીક નેશનલ હાઈવે પર આઇસર ટેમ્પોની અડફેટે બાઈક ચાલકનું પ્રાણપખેરૂ ઉડ્યા..
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક આઇસર ગાડીની અડફેટે ઇજાગ્રસ્ત થયેલા મોટરસાયકલ ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજયા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.
દાહોદ તા. ૫
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતેના રહેવાસી મીત મુકેશભાઈ ગાંધી ગતરોટ 03.09. 2023 ના રોજ સાંજના સાડા સાત વાગ્યાના સુમારે પોતાના કબજા હેઠળની Gj-02-08-CL -3287 નંબરની મોટરસાયકલ દાહોદ નજીક મહિન્દ્રા શોરૂમ ની સામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે Gj-02-ZZ-4256 નંબરના આઇસર ગાડી ના ચાલકે મીતભાઈ ગાંધીની મોટરસાયકલ ને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં મિતભાઈ ગાંધી ફગોળાઈને જમીન પર ફટકાતા તેઓના શરીરના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જોકે બનાવ બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ ઇજાગ્રસ્ત સમિત ગાંધીને 108 મારફતે નજીકના હોસ્પિટલ ખસેડ્યો હતો.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ઉપરોક્ત વ્યક્તિનું મોત નીપજતા પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો હતો.
ઉપરોક્ત બનાવ સંદર્ભે મૂળ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અને હાલ લક્ષ્મી નગર રળીયાતી ખાતેના રહેવાસી કિરણ મથુરભાઈ ખડાતીયાએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દાહોદ એ ડિવિઝન પોલીસે આઇસર ટેમ્પો ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કર્યો છે.