Thursday, 28/03/2024
Dark Mode

ધાનપુર તાલુકાના મોટીમલુ ગામે મારક હથિયારો સાથે લૂંટ કરવાના ઇરાદે ત્રાટકેલા 7 જેટલાં લૂંટારુઓએ 25 હજારની લૂંટ ચલાવી ફરાર:એક ને માર માર્યો 

August 9, 2021
        633
ધાનપુર તાલુકાના મોટીમલુ ગામે મારક હથિયારો સાથે લૂંટ કરવાના ઇરાદે ત્રાટકેલા 7 જેટલાં લૂંટારુઓએ 25 હજારની લૂંટ ચલાવી ફરાર:એક ને માર માર્યો 

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ધાનપુર તાલુકાના મોટીમલુ ગામે મારક હથિયારો સાથે લૂંટ કરવાના ઇરાદે ત્રાટકેલા 7 જેટલાં લૂંટારુઓએ 25 હજારની લૂંટ ચલાવી ફરાર:એક ને માર માર્યો 

દાહોદ તા.૦૯

 દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોટીમલુ ગામે સાત જેટલા ઈસમોએ વહેલી સવારના ચારેક વાગ્યાના આસપાસ ચોરી તેમજ લુંટ કરવાને ઈરાદે પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી એક દુકાનની દિવાલમાં બાકોરૂં પાડી પ્રવેશ કરી દુકામાં હાજર ત્રણ પૈકી બે જણા ચોર, લુંટારૂંઓને જાેઈ ભાગી જતાં જ્યારે એકને ચોર, લુંટારૂઓએ પકડી પાડી માર મારી દુકાનમાંથી રોકડા રૂપીયા ૨૫,૦૦૦ની લુંટ ચલાવી નાસી જતાં પંથકમાં આ લુંટના પગલે ખળભળાટ સહિત ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

 

 મોટીમલુ ગામે ખેડા ફળિયામાં રહેતાં મંથલીબેન વીનુભાઈ મેડાની ઘરનીજ દુકાનમાં ગત તા.૦૮.૦૮.૨૦૨૧ના રોજ વહેલી સવારના ચારેક વાગ્યાના આસપાસ પોતાનાજ ગામમાં રહેતો વનેશભાઈ પાંગળાભાઈ મેડા તથા તેની સાથે બીજા છ જેટલા ઈસમોએ પોતાની સાથે લાકડી, કુહાડી જેવા મારક હથિયારો સાથે ચોરી તેમજ લુંટ કરવાને ઈરાદે મંથલીબેનની દુકાની દિવાલમાં બાકોરૂં પાડી ચોરોએ પ્રવેશ કર્યાે હતો. આ દરમ્યાન મંથલીબેન તથા તેમના પરિવારજનો લુંટારૂઓના ડરથી ભાગી ગયાં હતાં પરંતુ વીનુભાઈ ભાગતા ભાગતા લુંટારૂઓના હાથે પકડાઈ જતાં વીનુભાઈને લુંટારૂઓએ હથિયારો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી. આ બાદ લુંટારૂંઆએ દુકાનમાં મુકી રાખેલ ડબ્બામાંથી તેમજ દુકાનના ગલ્લામાંથી કુલ રૂા.૨૫,૦૦૦ની લુંટ ચાલવી નાસી જતાં ધોળે દિવસે આ લુંટની ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

 

 આ સંબંધે મંથલીબેન વીનુભાઈ મેડાએ ધાનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વનેશભાઈ પાંગળાભાઈ મેડા તથા તેમની સાથેના બીજા છ જેટલા લુંટારૂઓ વિરૂધ્ધ ગુનો નોંધી તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

 

————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!