
રાહુલ ગારી :- ગરબાડા
જેસાવાડા પોલીસે ઘરફોડ ચોરીના આરોપી હેમરાજ મીનામાને ઝડપી પાડી જેલ ભેગો કર્યો..
ગરબાડા તા.03
જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ.રામી તેમજ જેસાવાડા સર્વેલન્સ સ્કવોડનાં જવાનો સાથે સાથે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે વડોદરા તાલુકાના પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મીનામાં હેમરાજ ઉર્ફે રાજુ માતવા ગામનો જેસાવાડા બજારમાં આવનાર છે.જે બાતમીના આધારે જેસાવાડા પોલીસે આરોપીને જેસાવાડા બજારમાં ચીલાકોટા ચોકડી પરથી ઝડપી પાડ્યો હતો. અને આરોપી હેમરાજ ને જેસાવાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.