રાજેશ વસાવે દાહોદ
NHAI ની ગંભીર બેદરકારી:ભયજનક વળાંક અને જંક્શન પર હાઈમાસ તેમજ રીફલેક્ટરનાં અભાવે અકસ્માતોમાં નોંધપાત્ર વધારો…
દાહોદ નજીક નેશનલ હાઇવે પર કન્ટેનર ચાલકે મૂંગા પશુઓને અડફેટમાં લેતા 5 પશુઓના મોત…
સ્થાનિક પોલીસ તેમજ સ્થાનિકોની રજૂઆત છતાંય NHAI નાં આંખ આડા કાન…
દાહોદ તા.01
દાહોદ નજીક ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર એક કન્ટેનર ચાલકે પોતાનું વાહન ગફલત રીતે અને પૂર ઝડપે હંકારી લાવી પાંચ જેટલા મૂંગા પશુઓને અડફેટમાં લેતા પાંચેય પશુઓ મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.અકસ્માત બાદ કન્ટેનર ચાલક સ્થળ પરથી ભાગી જવા પામ્યો છે. આ દરમિયાન ઘટનાની જાણ નેશનલ હાઈવે ઓથોરિટી, જીવ દયા સમિતિ, તેમજ ગ્રામ્ય પોલીસને થતા ઉપરોક્ત તમામ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.ગ્રામ્ય પોલીસ મથકના પીએસઆઇ એન. એન. પરમાર તેમજ પોલીસ જવાનોએ એક તરફના વાહન વ્યવહાર ને બેરીકેડિંગ કરી માર્ગ ખુલ્લો કર્યો છે. જોકે આ બનાવમાં આ સ્થળ પર કોઈપણ પ્રકારની હાઈ માસ્ક કે રિફ્લેકટર ની સુવિધા ન હોવાથી નેશનલ હાઇવે ઓથોરિટીની પણ બેદરકારી સામે આવી રહી છે.જો આ સ્થળ પર મૂંગા પશુઓની જગ્યાએ કોઈ વાહન ચાલક અથવા માનવ જાતને આ પ્રકારનું અકસ્માત નડ્યો હોત તો આનો જવાબદાર કોને ગણવો તે અંગેના પ્રશ્નો પણ જન માણસો ઉઠવા પામ્યા છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર આ સ્થળ ઉપરાંત અન્ય કેટલાક સ્થળ ભયજનક શ્રેણીમાં આવે છે. તે સ્થળો પર અવારનવાર રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈમાસ્ક કે રિફ્લેકટર સહિતની સુવિધા ઉભી ન કરવામાં આવતા આવા ભયજનક સ્થળો પર અકસ્માતોનું પ્રમાણ વધવા માગ્યું છે.
દાહોદના અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે ઉપર વારંવાર અકસ્માતોના બનાવો બનતા જઈ રહ્યા છે. નિર્દોષ માણસો અને મૂંગા પશુઓના મોત નીપજવાની ઘટનાઓ નવી નથી.અને પોલીસે પણ નેશનલ હાઇવે ઓથોરિટીને લેખિત રજૂઆતો તેમજ પત્રકારોએ મૌખિક રજુઆતો કરવા છતાંય NHAI ના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે.અને તેમની નિષ્કાળજીના કારણે નિર્દોસ વ્યક્તિઓ અને મૂંગા પશુઓ મોતને ભેટી રહ્યા છે. જેના પગલે NHAI નિયમોનું પાલન કરવામાં કાચું ખાતી હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.ત્યારે આ મામલે જિલ્લા સમાહર્તાને પણ ગ્રામ્ય વિસ્તારના લોકોએ અને જાગૃત નાગરિકોએ પણ વારંવાર રજૂઆતો કરી છે તેમ છતાંય NHAI દ્રારા કોઈ પણ પગલા ન લેવાતા અને વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનવા પામી છે.અત્રે ઉલ્લેખનીય છે કે જે જગ્યા ઉપર આજે કન્ટેનર ચાલકની બેફિકરાઈ ભર્યા ડ્રાંઇવિંગ ના લીધે પાંચ મૂંગા પશુઓ મોતને ભેટ્યા છે. તે જ સ્થળ પર વર્ષો પહેલા સળીયા ભરેલી ટ્રક નીચે ઉતરી જતા 17 થી વધુ લોકો કાળનો કોળિયો બન્યા હતા.જોકે આ સ્થળે રીફલેક્ટર કે હાઈ માસ્ક જેવી સુવિધા ઉભી કરવામાં આવે તો અગામી સમયમાં માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થાય તેમ છે.