
રાહુલ ગારી ગરબાડા
ગાંગરડામાં બુટલેગરના રહેણાંક મકાનમાં પોલીસના દરોડા, અડધા લાખનો મુદ્દામાલ ઝડપાયો…
47,520 નો વિદેશી દારૂ જપ્ત કરી બુટલેગર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી
ગરબાડા તા ૩૧
દાહોદ જિલ્લા એસ.પી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ દાહોદ જિલ્લામાં દારૂબંધીને ડામી જડમુળમાંથી નસ્તે નાબૂદ કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. જે સૂચનોના આધારે ગરબાડા પી.એસ.આઇ જે.એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે દેશી તેમજ વિદેશી દારૂ સાથે બુટલેગરો ને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દેવા માટે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ગાંગરડાનાં બામણીયા ફળિયામાં રહેતો વિક્રમભાઈ બાલુભાઈ બામણીયા તેના ઘરે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી છૂટકમાં વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા તેના ઘરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા ટીન બિયરની પેટીઓ જેમાં કુલ બોટલો 408 નંગ કિંમત રૂપિયા 47,520 મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે મીનાક્યાર બોર્ડર એ ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતી બોર્ડર છે ક્યાંથી વિપુલ પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે હાલ પોલીસને અસરકારક કામગીરીને લઈને અસામાજિક તત્વો તેમ જ બુટલેગરોને પકડી પાડી જેલ ભેગા કરાતા બુટલેગર તેમજ અસામાજિક તત્વ આલમમાં પોલીસનો ખોફ જોવા મળી રહ્યો છે.