Saturday, 19/07/2025
Dark Mode

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ગરબાડા પોલીસ અને મ.પ્ર.ના રાણાપુર પોલીસ વચ્ચે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે બોર્ડર મિટિંગ યોજાઈ

August 27, 2023
        413
મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ગરબાડા પોલીસ અને મ.પ્ર.ના રાણાપુર પોલીસ વચ્ચે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે બોર્ડર મિટિંગ યોજાઈ

રાહુલ ગારી ગરબાડા 

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ગરબાડા પોલીસ અને મ.પ્ર.ના રાણાપુર પોલીસ વચ્ચે ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે બોર્ડર મિટિંગ યોજાઈ

ગરબાડા તા. ૨૭

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના અનુસંધાનમાં ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે ગરબાડા પોલીસ અને મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ વચ્ચે બોર્ડર મિટિંગ યોજાઈ હતી. 

મધ્યપ્રદેશમાં આગામી યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે, આજરોજ દાહોદ જિલ્લાની ગરબાડા પોલીસ અને મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ વચ્ચે આંતર રાજ્ય સીમા સંકલન બેઠક ગરબાડા પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ગરબાડા પી એસ આઇ જે એલ પટેલ, તેમજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનના થાણા પ્રભારી શંકરસિંહ રઘુવંશી, તથા કુંદનપુરના ચોકી પ્રભારી મોહનસિંહ સોલંકી, ઊપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં, મધ્યપ્રદેશમાં આગામી યોજાનાર વિધાન સભાની ચુંટણી સમય દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને, અને ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, અને સરહદી વિસ્તારોમાં ચૂંટણી દરમિયાન શાંતિ તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે જરૂરી ચર્ચા વિચારણા કરી સમીક્ષા કરાઈ હતી. અને મધ્યપ્રદેશને અડીને આવેલા બંને રાજ્યોના સરહદી પોલીસ સ્ટેશન વિસ્તારોના વોન્ટેડ ગુનેગારોને ઝડપી પાડવા, તેમજ બોર્ડર વિલેજના લાઇસન્સ વાળા હથિયારો જમા લેવા અંગે ચર્ચા કરવામા આવી હતી. તેમજ ચુંટણી સમયે સરહદી વિસ્તારમાં લિંકર ડ્રાઈવ, સરહદી ચેક પોસ્ટ ખાતે જરૂરી બંદોબસ્ત રાખવા સહિતની બાબતો વિશે ચર્ચા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!