Friday, 19/04/2024
Dark Mode

ઝાલોદમાં એક રહેણાંક મકાનમાં પોલીસના દરોડા દરમિયાન બે બળદ કતલ કરાયેલી હાલતમાં મળી આવતા ચકચાર:બે બળદોને બચાવાયા 

August 6, 2021
        727
ઝાલોદમાં એક રહેણાંક મકાનમાં પોલીસના દરોડા દરમિયાન બે બળદ કતલ કરાયેલી હાલતમાં મળી આવતા ચકચાર:બે બળદોને બચાવાયા 

જીગ્નેશ બારીયા :- દાહોદ 

ઝાલોદમાં એક રહેણાંક મકાનમાં પોલીસના દરોડા દરમિયાન બે બળદ કતલ કરાયેલી હાલતમાં મળી આવતા ચકચાર:બે બળદોને બચાવાયા 

દાહોદ તા.૦૬

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક મકાનમાં કતલ કરવાને ઈરાદે બળકો બાંધી રાખ્યા હોવાની બાતમી ઝાલોદ પોલીસને મળતાં પોલીસે મકાનમાં ઓચિંતો છાપો મારતાં ત્રણ ઈસમો નાસી જવામાં સફળ રહ્યાં હતાં જ્યારે પોલીસ મકાનમાંથી કતલ કરેલ બળદો તેમજ જીવતા બે બળદોનો કબજાે લઈ રૂા. ૫૦ હજારનું નુકસાન કર્યું હોવાનું સામે આવ્યું હતું જ્યારે સ્થળ પરથી પોલીસે કતલ માટે વપરાયેલ છરા, કુહાડી વિગેરે પણ કબજે કર્યાંનું જાણવા મળે છે.

ગત તા.૦૬.૦૮.૨૦૨૧ના ઝાલોદ નગરમાં આવેલ માંડલી ફળિયામાં એક બંધ મકાનમાં ગૌ વંશનું કતલ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. બાતમી મળતાંની સાથે પોલીસ આ ઘર તરફ રવાના થઈ હતી ત્યારે પોલીસને જાેઈ ઘરમાં હાજર સુભહાન સલીમ મોઢીયા (રહે. કોળીવાડ, તા.ઝાલોદ, જિ. દાહોદ), મોઉદ્દીન અબ્દુલ રજાક કુરેશી (રહે.માંડલી ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ) અને ફારૂક ટીકડી ઈદ્રીશ પટેલ (રહે. માંડલી ફળિયું, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાઓ પોલીસને જાેઈ નાસી ગયાં હતાં. પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી કતલ કરેલ હાલતમાં બે બળદોનું કતલ કરેલ હાલતમાં મળી આવ્યાં હતાં જ્યારે અન્ય બે જીવત બળદો પણ પોલીસને મળી આવ્યાં હતાં. પોલીસે જીવીત બળદોને નજીકની ગૌશાળા ખાતે મોકલી આપી હતી ત્યારે કતલ કરેલ બળદોનો પણ કબજાે લેવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે ઝાલોદ પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!