Thursday, 28/03/2024
Dark Mode

ફતેપુરામાં તાલુકા કક્ષાએ “વિશ્વ આદિવાસી દિવસ” તેમજ “સ્વાતંત્ર દિવસ”ની ઉજવણી માટે સમીક્ષા બેઠક યોજાઇ

August 6, 2021
        859
ફતેપુરામાં તાલુકા કક્ષાએ “વિશ્વ આદિવાસી દિવસ” તેમજ “સ્વાતંત્ર દિવસ”ની ઉજવણી માટે સમીક્ષા બેઠક યોજાઇ

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકામાં તાલુકા કક્ષાને 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી તેમજ 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી માટેની સમીક્ષા બેઠક યોજાઇફતેપુરા તાલુકામાં તાલુકા કક્ષાને 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી તેમજ 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી માટેની સમીક્ષા બેઠક યોજાઇ

મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરા પ્રાંત કુલદીપ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં ઉજવાશે

ફતેપુરા તા.06

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરા પ્રાંત કુલદીપ દેસાઈની અધ્યક્ષતામાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તેમજ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી માટેની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ફતેપુરા મામલતદાર પી એન પરમાર તાલુકા વિકાસ અધિકારી ઠાકોર ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ સુખસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બ્લોક હેલ્થ ઓફિસર હાન્ડા તેમજ લાગતા વળગતા અધિકારીગણ કર્મચારીગણ હાજર રહ્યા હતા તારીખ ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ફતેપુરા માર્કેટીંગ યાર્ડના પટાંગણમાં તાલુકા કક્ષાની ઉજવણી થવાની હોય તેમજ 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિન ની ઉજવણી માટેની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ અધ્યક્ષા સ્થાનેથી જરૂરી સૂચનાઓ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!