દાહોદ નગરપાલિકામાં ભાજપનો પાતળી બહુમતી સાથે કબજો યથાવત.! ૩૬માંથી ૨૦ બેઠકો ભાજપના ખાતામાં:કોંગ્રેસ ૧૪ અને અપક્ષ ૨ સાથે મજબૂત વિરોધપક્ષમાં..

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદ નગરપાલિકામાં ભાજપનો પાતળી બહુમતી સાથે કબજો યથાવત.!

૩૬માંથી ૨૦ બેઠકો ભાજપના ખાતામાં:કોંગ્રેસ ૧૪ અને અપક્ષ ૨ સાથે મજબૂત વિરોધપક્ષમાં..

 ગત ચૂંટણીની સરખામણીએ ભાજપને ૧૧ બેઠકોનું નુકસાન

દાહોદ તા.૨૮

દાહોદ નગરપાલિકાના ૦૯ વોર્ડની કુલ ૩૬ બેઠકો માટે ૨૬ તારીખે યોજાયેલી ચુંટણીમાં કુલ ૦૭ બેઠકો બીનહરીફ થવા પામી હતી. જેમાં ૦૬ બેઠકો ભાજપને ફાળે તથા ૦૧ કોંગ્રેસે મેળવી હતી. તો ૨૯ બેઠકો માટે ૦૯ વોર્ડમાં ચુંટણી જંગ જામ્યો હતો. આજરોજ આ ૨૯ બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં ૧૪ બેઠકો ભાજપને ફાળે જતાં ૦૬ અગાઉની બીનબરીફ મળી કુલ ૨૦ બેઠકો ભાજપને ફાળે ગઈ હતી.

અને આમ, ભાજપે નગરપાલિકામાં પાતળી બહુમતી મેળવી હતી. તો કોંગ્રેસે આજરોજ ૧૩ બેઠકો પ્રાપ્ત કરતાં ૧૩ મળી ૦૧ બીન હરીફ મળી કુલ ૧૪ બેઠકો કોંગ્રેસના કબજામાં ગઈ હતી જ્યારે ૦૨ અપક્ષોએ પણ વીજયી મેળવ્યો હતો. આમ, દાહોદ નગરપાલિકામાં પુન: ભાજપનો બગવો લહેરાશે એ નિશ્ચિત છે.

 

દાહોદ નગરપાલિકા ચૂંટણી ની આજે મતગણતરીનો સવારના ૯ કલાકથી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આરંભ કરાયોદાહોદ નગરપાલિકા ચૂંટણી ની આજે મતગણતરીનો સવારના ૯કલાકથી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આરંભ કરાયો હતો. નગરપાલિકા ચૂંટણી મત ગણતરીમાં બપોરના એક કલાક સુધીમાં ચિત્ર સ્પષ્ટ બન્યું હતું. આ વખતે ભાજપનું બોર્ડ બને તેટલા ૨૦ ઉમેદવારો જીત્યા છે તે સામે કોંગ્રેસના ૧૪ ઉમેદવાર અને બે અપક્ષ વિજય નીકળ્યા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપને ગત વખતની ચૂંટણી ને જોતા ૧૧ બેઠકોનું નુકસાન થયું છે તો કોંગ્રેસને ગત ચૂંટણી કરતાં વધુ બેઠકો મળી છે સવારના દસ કલાકથી વિજેતા ઉમેદવારો અને સમર્થકોએ ડીજે અને બેન્ડબાજાના સથવારે વિજય જુલુ કાઢતા જોવા મળી રહ્યા હતા ચૂંટણીનું જેમ જેમ ચિત્ર જાહેર થતું હતું ત્યાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો આ વખતે ભાજપે નગરપાલિકા ચૂંટણીમાં ૩૬ ઉમેદવારો ફ્રેશ ઉતાર્યા હતા પરંતુ તેનો બહુ મોટો લાભ થયો ન હોવાનું જોવા મળી રહ્યો છે આ વખતે દાહોદ શહેરના મતદારોએ મોટા પાયે બહુમતી એક જ પક્ષને આપવાના સ્થાને કોંગ્રેસ અને અપક્ષને પણ પસંદ કર્યા છે ટૂંકમાં પાતળી બહુમતીના જોરે આ વખતે નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનશે તે ચોક્કસ છે તો તે સામે વિરોધ પક્ષની સ્થિતિ પણ મજબૂત હોવાનું જોવા મળી રહ્યું છે.

Share This Article