
બાબુ સોલંકી ફતેપુરા
ફતેપુરા તાલુકાના વાંગડ ગામે ગેરકાયદેસર ચાલતા જુગાર ધામ ઉપર ફતેપુરા પોલીસનો દરોડો
શ્રાવણીયો જુગાર રમતા ત્રણ ગુજરાતના તથા ત્રણ રાજસ્થાનના આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો.
ફતેપુરા પોલીસે જુગાર ધામ ઉપરથી રેડ પાડી રોકડ રૂપિયા 51,360 તેમજ વાહનો અને મોબાઇલ મળી કુલ રૂપિયા 26,11,860 નો મુદ્દા માલ કબજે લીધો.
( પ્રતિનિધિ ) દાહોદ,તા.19
ફતેપુરા તાલુકાના વાંગડ ગામે ગેરકાયદેસર જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળતાં ફતેપુરા પોલીસે જુગાર ધામ ઉપર દારોડો પાડતા રોકડ સહિત મોબાઈલ તેમજ વાહનો મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 6 જુગારીયા ઓની વિરુદ્ધમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
ફતેપુરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ જુગાર બંધીનો કડક અમલ તથા ગેરકાયદેસર ચાલતી જુગારની પ્રવૃત્તિઓ અંકુશમાં લાવવા આપેલ આદેશ મુજબ પોલીસ અધિક્ષક શ્રી રાજદીપ સિંહ ઝાલા દાહોદ જિલ્લા નાઓ એ દાહોદ જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સૂચના કરેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ વિભાગ ના ડી.આર.પટેલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ઝાલોદ વિભાગ એમ.એલ.વસાવાના ઓના માર્ગદર્શન હેઠળ ફતેપુરા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ.જી.કે ભરવાડ તથા સર્વેલન્સ સ્કોડના માણસો તથા ઓ.પી.બીટના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે,વાગડ ગામે જીગ્નેશભાઈ હરીશભાઈ પારગી નામનો વ્યક્તિ પોતાના કબજાના ભોગવટા ના રહેણાંક મકાનમાં બહારગામ થી માણસો બોલાવી પોતાના આર્થિક લાભ માટે પૈસા અને ગંજી પાના વડે હાર જીતનો જુગાર રમાડી જુગાર ધામ ચલાવતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વાંગડ ગામે રેડ કરી ગણના પાત્ર જુગારનો કેસ શોધી કાઢી જુગારધારા કલમ 4,5 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
જુગાર ધામ ઉપર દરોડા દરમિયાન ફતેપુરા પોલીસે રોકડ રકમ રૂપિયા 51,360 તથા મોબાઈલ નંગ ત્રણ ની કિંમત રૂપિયા 10,500 તથા ફોરવીલર ચાર ગાડીઓ જેની કિંમત રૂપિયા 25,50,000 મળી કુલ રૂપિયા 26, 11,860 ના મુદ્દા માલ કબજે કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
જુગાર ધામ ઉપર રેડ દરમિયાન જીગ્નેશભાઈ હરીશભાઈ પારગી રહે. વાંગડ,તા.ફતેપુરા વિમલ ચમનલાલજી કલાલ રહે.ભીલકુવા,તા.સજ્જનગઢ દિલીપકુમાર મગનલાલ કલાલ રહે. સજ્જનગઢ,વિનોદભાઈ લક્ષ્મણભાઈ ડામોર રહે.કુંડલા તા.ફતેપુરા,રજનીકાંત હરીશભાઈ પારગી રહે.વાગડ તા. ફતેપુરા તથા સુફિયાન અયુબ ક્કર(શેખ) રહે.સજ્જનગઢ તા.સજ્જનગઢ જીલ્લો.બાસવાડા ઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.