
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકામાં હર ઘર તિરંગા અંતર્ગત ભવ્ય તિરંગા બાઈક રેલી યોજાઇ.
ગરબાડા તાલુકામાં આજરોજ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગરબાડા વિધાનસભા વિસ્તારમાં ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરની આગેવાનીમાં વિશાળ તિરંગા બાઈક રેલી યોજાઇ.
ગરબાડા તા. ૧૪
ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર તેમજ ગરબાડા ભાજપા પ્રમુખ પ્રજિતસિંહ રાઠોડ ના નેતૃત્વમાં ગરબાડા માધ્યમિક શાળા ખાતેથી યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રા ડીજે પર ગુંજતા દેશભક્તિના ગીતો સાથે નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ તિરંગા બાબતે લોક જાગૃતિ લાવવા તિરંગા યાત્રા ગરબાડા માધ્યમિક શાળાથી રાષ્ટ્રીય ધ્વજ સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ બાઈક રેલી પ્રસ્થાન કરી આઝાદ ચોક થઈ ગરબાડા બજારમાંથી ગરબાડા તાલુકાના વિવિધ માર્ગો પર ફરી હતી અને લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાવી મહાન રાષ્ટ્રના નિર્માણમા અમૂલ્ય યોગદાન આપનારા વીરલાઓને યાદ કરવાના ઉદ્દેશ સાથે આયોજિત બાઈક રેલીમાં જિલ્લા સભ્યો,તાલુકા સભ્યો તેમજ ભાજપના કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.