
રાહુલ ગારી ગરબાડા
ગરબાડાના ઝરીબુઝર્ગ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ખેપીયો ઝડપાયો..
ગરબાડા તા.13
દાહોદ એસ.પી રાજદીપસિંહ ઝાલાએ દાહોદ જિલ્લામાં દારૂબંધીને ડામી દેવા માટે કડક વલણ અપનાવિયું છે ત્યારે પંથકમાં દારૂની હાટડીઓ ચલાવતા બુટલેગરોમાં ક્યાંક ને ક્યાંક પોલીસ નો ખોપ જોવા મળી રહ્યો છે ત્યારે ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂબંધીને ચુસ્ત રીતે ડામી દેવા તેમજ લીસ્ટેડ બુટલેગરો ને પકડી પાડવા માટે કોમ્બિંગ ઓપરેશન કરીને પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામ ખાતે મોટરસાયકલ ચાલક કથાના થેલામાં લગડો બનાવી આવી રહ્યો હતો તે દરમિયાન પોલીસે ગાડી ઉભી રખાવી અને ગાડીની તલાસી લેતા તેના થેલા અંદરથી ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ ટીન બિયરની બોટલો 120 કિંમત રૂપિયા 15840 તેમજ દારૂ નહીં હેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ કિંમત રૂપિયા 15000 મળે કુલ ગરબાડા પોલીસે 30,840 ના મુદ્દા માલ સાથે નવા ફળિયાના બારીયા માં રહેતા નવીનભાઈ મલાભાઈ બારીયાને પકડી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી પ્રોહી બિસન નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.