
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના પાટાડુંગરી મુકામે ભીલ સમાજ પંચ, ભીલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ.
ગરબાડા તા.૯
ભીલ સમાજ પંચ ગરબાડા દ્વારા પાટા ડુંગરી મુકામે ” વિશ્વ આદિવાસી દિવસ “ની ધામધૂમ પૂર્વક ભીલ સમાજ પંચ અને ભીલ સમાજ સેવા ટ્રસ્ટ ગરબાડા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
ભીલ સમાજ સેવા ટ્રસ્ટ ગરબાડા દ્વારા દેશની રક્ષા કરનાર નિવૃત્ત સૈનિકો, નિવૃત્ત કર્મચારીઓ, સમાજ માટે આગવી યોગદાન આપનાર સંતો મહંતો તથા સમૂહ લગ્ન માં તૈયાર થયેલ જોડા તેમજ ભીલ સમાજ પંચના નીતિ નિયમોને આધીન રહીને લગ્ન કરનાર દંપતીઓ નો સાલ અને ખેસથી બહુમાન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં આશરે ચારથી પાંચ હજાર જનમેદની ઉમટી પડી હતી તેમજ પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સરપંચ શ્રીઓ ની હાજરી પ્રેરક રહી હતી સદર કાર્યક્રમમાં આદિવાસી દંપતી ના ટેબલો એ ભારે આકર્ષણ હતું અને સેલ્ફી લેવા માટે પડાપડી થઈ હતી.. શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થયો હતો