આણંદ જિલ્લામાં 5 વર્ષથી પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને LCB પોલીસે ગરબાડા નજીકથી ઝડપી પોલીસ હેડક્વાટર ખાતે લવાયો
દાહોદ તા.08
નવનિયુક્ત SP ડૉ રાજદીપસિંહ ઝાલાની સુચના અને માર્ગદર્શન અનુસાર દાહોદ એલસીબી પોલીસને વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની સૂચના અને માર્ગદર્શન અનુસાર LCB પોલીસ દાહોદ જિલ્લાના ગરબાડા ગામ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી
હતીકે આનંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી પોલીસને હાથ તાલી આપી નાસતો ફરતો મધ્યપ્રદેશના દિપક ઉર્ફે દિપો સોમસિંગ ચૌહાણ રહેવાસી રિંગોલ ખીચડીયાના જોહા ફળીયા તાલુકા ભાબરા જિલ્લા અલીરાજપુર ખાતેનો આરોપી ગરબાડા ગામે આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે વ્યુહાત્મક અને આયોજનબધ્ધ રીતે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો અને પાંચ વર્ષથી પ્રોહીબીશનના
ગુનામાં નાસતા ફરતા આરોપીને એલસીબી પોલીસ દ્વારા પોલીસ હેડક્વાટર ખાતે લાવવામાં આવ્યો હતો અને તે બાદ આણંદ જિલ્લાના વિદ્યાનગર પોલીસ મથક ખાતે ઝડપાયેલા આરોપીને સોંપવાની કામગીરી તારીખ 8-8-2023 ના રોજ LCB પોલીસ દ્રારા કરવામાં આવી હતી.