
રાહુલ ગારી ગરબાડા
ગરબાડામાં નેશનલ હાઇવેની ગટરનું મંથરગતિએ ચાલતાં કામથી લોકોને હાલાકી.
ગરબાડા તા.27
દાહોદ ગરબાડા નેશનલ હાઇવે નંબર 56ની કામગીરી ચાલી રહી છે જેમાં નવાતરિયા ફળિયા થી આઝાદ ચોક ભાભરા રોડ સુધી ડિવાઇડર, ભૂગર્ભ ગટર તેમજ વરસાદી આરસીસી ગટર બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ કામ ઈજારેદાર દ્વારા મંથરગતિએ કરતા સ્થાનિકો ને ખુબ હાલાકી ભોગવી રહ્યા છે. આઝાદ ચોક વિસ્તારમાં અનેક દુકાનો અને છત્રછાયા હોસ્પિટલો આવેલી છે. આ વિસ્તારમાં એક વરસાદી ગટર છેલ્લા બે મહિનાથી ખોદીને પાડી રાખવામાં આવી છે. જેના કારણે સિનિયર સિટીઝન અને બાળકોને અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. નજીકમાં આરોગ્ય સુખાકારી માટે ત્રણ હોસ્પિટલ આવેલી છે નજીક શાળા હોય વિદ્યાર્થીઓને પણવ અવરજવર માટે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે તેમ જ આ વરસાદી ગટરના ખાડામાં ઘણા સમયથી પાણી ભેગુ થવાથી મચ્છરોનું બ્રીડિંગ જોવા મળી રહ્યું છે પાણીજન્ય રોગો પણ ફેલાઈ રહ્યા છે તો આ સમસ્યાનુ નિવારણ વહેલી તકે થાય તેવી લોક માંગ ઉઠી છે.