
યાસીન ભાભોર ફતેપુરા
ફતેપુરામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સર્વેમાં BLO ને સહયોગ આપવા અપીલ કરાઇ.
ફતેપુરા તા. 26
ફતેપુરા તાલુકા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં હાલમાં તારીખ 21 ઓગસ્ટ સુધી BLO દ્વારા ઘરે ઘરે જઈને મતદાર યાદી સુધારણા અંતર્ગત સર્વે કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.જે અંતર્ગત ફતેપુરા તાલુકામાં પણ BLO દ્વારા તાલુકાના તમામ વિસ્તારમાં ઘરે ઘરે જઈને મતદાર યાદી સુધારણા અંતર્ગત વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે.જેમાં મતદાર યાદીમાં નવા નામ નોંધાવવા,નામ કમી કરવા તેમજ સુધારો કરવા સહિતની વિવિધ કામગીરીઓ કરવામાં આવી રહી છે.જે અનુસંધાને ફતેપુરા તાલુકાના મામલતદાર આર.પી ડીંડોરે ફતેપુરા તાલુકા વાસીઓને અપીલ કરતાં જણાવ્યું છે કે મતદાર યાદી સુધારણા અંતર્ગત સર્વે કરવા આવનાર BLO ને તાલુકા વાસીઓએ સહયોગ આપીને BLO માંગે તે માહિતી પૂરી પાડવા અપીલ કરવામાં આવી છે.