
રાહુલ ગારી ગરબાડા
ભીલ પ્રદેશની માંગ સાથે ગરબાડા તાલુકા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ મામલતદારને આવેદન પાઠવ્યું..
ગરબાડા તા. 18
ગરબાડા તાલુકામાં ભીલપ્રદેશ મુક્તિ મોરચા દ્વારા દ્વારા ગરબાડા મામલતદારને રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, અને ગૃહ મંત્રીને સંભોધીને આવેદન એનાયત કર્યું હતું. અપાયેલાં આવેદનમાં આદિવાસી સમાજ આદિવાસી વિસ્તારને ભીલ પ્રદેશ તરીકે વિક્ષિત કરવામાં આવે. વર્ષો પહેલા પણ 19મી સદીમાં આઝાદી પહેલા પણ સતી સુરમલ અને ગોવિંદ ગુરુ દ્વારા પણ ભીલરાજની માંગણીઓ કરી હતી. જ્યારે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહાષ્ટ્રમાં વસવાટ કરતા વિસ્તારોને 1844માં ભીલ કન્ટ્રી તરીકે અંગ્રેજો દ્વારા પરિભાષિત કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજ અલગ રાજ્યની માંગ કરાઇ હતી. જેથી વૈચારિક અને ભૌગોલિક રીતે ભીલ પ્રદેશ અલગ દ્વારા રાજ્યની માંગ તેમજ અત્યારે ગુજરાત રાજ્ય તેમજ ભારતભર માં UCC કાયદા ની ચર્ચા વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તે મુદ્દે પણ વિરોધ નોંધાવતા જણાવ્યું કે આદિવાસી સમાજ ને આ કાયદા થી બાકાત રાખે સાથે આદિવાસી વિસ્તારમાં સરકાર તેમજ સરકારી તંત્ર દારૂબંધી નો અમલ કરે તેવી માંગ ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, ગરબાડા દ્વારા કરવામાં આવી છે.