
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા અને ગાંગરડા ખાતે સેજા કક્ષાના (મિલેટ્સ) વાનગી સ્પર્ધા પ્રોગ્રામ ૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી
ગરબાડા તા.7
આજે તારીખ 7 જુલાઈના રોજ ગરબાડા તળાવ ફળિયા આંગણવાડી તેમજ ગાંગરડા ખાતે આઇ.સી.ડી એસ વિભાગ દ્વારા સેજાં કક્ષા(મિલેટ્સ) વાનગી સ્પર્ધા૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આશા વર્કરો દ્વારા બનાવવામાં આવેલી વાનગીઓને પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી જેમાં બાજરી જુવાર રાગે કોદરી સામો વગેરેમાંથી બનાવેલી વાનગી પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી આ સ્પર્ધાઓમાં ગાંગરડા ખાતે સરપંચ તેમજ તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ ગરબાડા ખાતે તાલુકા સભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને હાજર રહેલા મહેમાનો દ્વારા વાનગીઓ પસંદ કરવામાં આવી હતી જેમાં શ્રેષ્ઠ વાનગી બનાવનાર વર્કર બહેનને તાલુકા સભ્ય તેમજ સરપંચના હાથે એક થી ત્રણ નંબર આપી અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ તેમજ આઇ.સી.ડી.એસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.