
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકા પ્રાથમિક કન્યા શાળા ખાતે ગુજરાત પોલ્યુશન બોર્ડના ચેરમેન આર.બી.બારડની ઉપસ્થિતીમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
ગરબાડા તા. ૧૨
આજરોજ તાલુકા કન્યા શાળા,ગરબાડા ખાતે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરથી ગુજરાત પોલ્યુશન બોર્ડના ચેરમેન શ્રી આર.બી.બારડસર ઉપસ્થિત રહ્યા હતા. એ ઉપરાંત ગામના સરપંચશ્રી અશોકભાઈ, માજી સરપંચશ્રી, એસ.એમ.સી.ના સભ્યો તથા વાલીઓ શાળામાં ઉપસ્થિત રહ્યા હતાં.આર.બી.બારડસરના હસ્તે દીપ પ્રાગટ્યથી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આર.બી.બારડસરે બાલવાટિકા તથા ધોરણ 1 માં પ્રવેશ મેળવતા નાનાં નાનાં ભૂલકાંઓને દફતર તથા પુસ્તક આપી ભણવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં.બારડસર દ્વારા શાળાને પુસ્તકોની ભેટ આપવામાં આવી હતી એ બદલ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.એ ઉપરાંત રમતગમત ક્ષેત્રે,સહ શૈક્ષણિક પ્રવૃત્તિ ક્ષેત્રે,શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરીટમાં આવનાર વિદ્યાર્થીનીઓ તથા વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થનાર વિદ્યાર્થીનીઓને પોતાના હસ્તે ઇનામ વિતરણ કરીને બાળકીઓનો ઉત્સાહ વધાર્યો હતો.એ ઉપરાંત શાળાની વિદ્યાર્થીનીઓ આવી જ રીતે ઉત્તરોતર પ્રગતિ કરતી રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતાં.શાળાના પ્રાંગણમાં શ્રી બારડસરના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ એસ.એમ.સી મીટીંગમાં બારડસરે હાજરી આપી શાળાની ભૌતિક અને શૈક્ષણિક પ્રગતિ માટેના આગોતરા આયોજનો વિશે ચર્ચા-વિચારણા કરી હતી.શાળાની સિદ્ધિ દર્શાવતી પીપીટી સ્લાઇડ નિહાળી બારડસરે શાળાના આચાર્યા બહેનશ્રી તથા શિક્ષિકા બહેનોની કામગીરીને બિરદાવી હતી…