
બાબુ સોલંકી સુખસર
*ફતેપુરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ.*
ફતેપુરા માર્કેટિંગ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાયો.ભા
જપના ચેરમેન અને વાઇસ ચેરમેન બિન હરીફ ચૂંટાયા.
( પ્રતિનિધિ ) સુખસર,તા.7
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે આવેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માર્કેટીંગ યાર્ડના સભાખંડમાં દાહોદ સહકારી મંડળી રજીસ્ટારની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી.જેમાં ચેરમેન તરીકે પ્રફુલભાઈ ડામોર અને વાઇસ ચેરમેન તરીકે નાથુભાઈ ડીંડોરના નામનું ભાજપ દ્વારા મેન્ડેડટ આવતા અને બીજા કોઈ ઉમેદવારોએ ઉમેદવારી નહીં નોંધાવતા ચેરમેન તરીકે પ્રફુલભાઈ ડામોર અને વાઇસ ચેરમેન તરીકે નાથુભાઈ ડીંડોરનું ફોર્મ આવતા અને બીજા કોઈ ઉમેદવારોનો ફોર્મ રજૂ નહીં થતા બંને ઉમેદવારો ચેરમેન તરીકે પ્રફુલભાઈ ડામોર અને વાઇસ ચેરમેન તરીકે નાથુભાઈ ડીંડોરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.બંને ઉમેદવારોને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવતા તેમના ટેકેદાર દ્વારા ફટાકડા ફોડી ફુલહાર કરી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.કોઈપણ જાતની અધતિત ઘટના ના ઘટે તે માટે ફતેપુરા પી.એસ.આઇ.ભરવાડ દ્વારા માર્કેટિંગ યાર્ડમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો. આમ ફતેપુરા માર્કેટિંગ યાર્ડની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવા પામેલ હતી.