
*ફતેપુરા નગર નો પાટવેલ રોડ બિસ્માર હાલતમાં.વાહન ચાલકો રાહદારીઓ રહીશો અને વેપારીઓને પારાવાર મુશ્કેલીઓ*
ફતેપુરા તા. ૪
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ફતેપુરા નગરનો હાર્દ સમો પાટવેલ રોડ બિસ્માર હાલતમાં પહોંચ્યો છે.આ રોડ ઉપર જ ફતેપુરા નગરનું પોલીસ મથક તેમજ બેંક અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે અને આ રસ્તે થઈને જ રાજસ્થાનમાંથી ગુજરાતમાં અવરજવર કરતા વાહનો પ.સાર થાય છે. આ રસ્તો બીસ્માર થઈ જવાના કારણે અહીંથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બન્યું છે.તેમજ આ વિસ્તારના રહીશો અને દુકાનદારોને પણ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.