
દાહોદ શહેરમાં ડિમોલેશન ડ્રાઇવમાં પાલિકાના શોપિંગ સેન્ટરોની 264 દુકાનો તોડી પડાઇ..
વૈકલ્પિક વ્યવસ્થા માટે નગર રચના યોજનામાં ફેરફારની દરખાસ્ત કરાશે..
ફાઇનલ પ્લોટ 18 અને 86ના શોપિંગ સેન્ટરમાં સરકારના નીતિ નિયમ મુજબ પુન: ભાડા કરાર કરાશે : પાલિકાની સામાન્ય સભામાં ઠરાવ કરાયા….
દાહોદ તા.25
દાહોદ નગર પાલિકાની ગુરુવારના રોજ સામાન્ય સભા મળી હતી. તેમાં વિવિધ કામોના 12 ઠરાવ સર્વાનુંમતે પસાર કરવામાં આવ્યા હતાં. આ ઠરાવોમાં સૌથી મહત્વના 10 અને 11 નંબરના ઠરાવ હતાં. જેમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ રોડ અપગ્રેડેશન ના કામાં નગર પાલિકાના શોપિંગ સેન્ટરના ભાડુઆતોની દુકાનો કરવાની કાર્યવાહી થઇ હતી. તે દુકાનોને આગામી સમયાં આયોજન કર્યા બાદ નવેસરથી સરકારી ધારાધોરણ મુજબ ભાડા કરારથી દુકાનો ફાળવવા બાબત સાથે ફાઇનલ પ્લોટ નંબર 18 અને ફાયનલ પ્લોટ નંબર 86માં બનેલા નગર પાલિકાના શોપિંગ સેન્ટરમાં નગર પાલિકાના ભાડૂઆતોને રીએલોટમેન્ટ કરવાના કામના ઠરાવ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 11 નંબરના ઠરાવમાં દાહોદ નગરની જરૂરિયાત અને પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને દાહોદ નગર રચના યોજના નંબર 1 ફેરફાર-3ની દરખાસ્ત કરવા અંગેનો પણ ઠરાવ કરવામાં આવ્યો હતો. દબાણ હટાવ ઝુંબેશમાં દાહોદ નગર પાલિકાના શોપિંગ સેન્ટરોમાં ગ્રાઉન્ડ ફ્લોરની 165, ફસ્ટ ફ્લોરની 85 અને સેકન્ડ ફ્લોરની 14 દુકાનો તોડી પાડવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, નગર પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા અંગેનો ઠરાવ કર્યો છે. ત્યારે આવનારા સમયમાં દુકાનદારોને જુના ભાડુઆત પ્રમાણે દુકાનો ફળવાશે કે નવેસરથી સરકારી નીતિ નિયમ અને ધારા ધોરણ મુજબ જાહેર હરાજી કરી દુકાનો ફાળવવામાં આવશે એ હાલ ચર્ચાનો વિષય બની જવા પામેલ છે.ત્યારે એક દિવસ પહેલાં જ સાંસદ જશવંતસિંહ ભાભોરની આગેવાનીમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, શહેર પ્રમુખ પ્રશાંત દેસાઇ સહિતની ટીમે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલને આ મામલે રજૂઆત પણ કરી હતી.
કારોબારી ચેરમેને ઝુંબેશ મામલે અંધારામાં રાખ્યાના COને સવાલો: નગરપાલિકા પ્રમુખને તત્કાલીન સીઓએ લેટર વડે જાણ કરી હોવાનું ખુલાસો..
સામાન્ય સભામાં પાલિકાના જ સુધરાઇ સભ્યોએ દબાણ હટાવ કામગીરી મામલે નગર પાલિકાના સભ્યોને અગાઉથી કેમ જામ કરાઇ ન હતી અને અંધારામાં કેમ રાખ્યા હોવાના સણસણતા સવાલો ચીફ ઓફિસરને કર્યા હતાં. જોકે આ મામલે ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું હતું કે અગાઉના સમયના તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા પાલિકા પ્રમુખને જાણ કરી હોવાનું અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદમાં ડેમોલિશન કામગીરીને લઈ પાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપનીએ અમને અંધારામાં મૂક્યા હોવાનું જણાવ્યું હતું પરંતુ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપનીએ 10 તારીખ 03/04/ 2023 ના રોજ પત્ર લખી સીટી સર્વે દ્વારા રોડ અપગ્રેડેશનમાં માર્કિંગ કર્યા બાદ દબાણ ખુલ્લું કરવા માટે નિયમો અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. 18 3 2023 ના રોજ ચીફ ઓફિસર ડી એલ આર સીટી સર્વે તેમજ મામલતદારને ડીમાર્ગેશન માટે પત્ર લખ્યું હતું અને દાહોદ નગરપાલિકાએ પણ તારીખ 20 3 2023 ના રોજ પત્ર લખી નગરપાલિકાના સંબંધિત અધિકારીઓને ડેમુલેશનની કામગીરીમાં સંકલનમાં રહેવા માટે હુકમ કર્યો હતો. જો આ ત્રણેય પત્ર ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખ પાસે આવ્યા છે. તો તેઓને દબાણ અંગે અંધારામાં રાખ્યા હોવાનું કેવી રીતે કહી શકાય. આ પત્ર મુજબ પાલિકા પ્રમુખને ડિમોલેશન કામગીરી કરવા પત્ર વ્યવહારથી અવગત કરવામાં આવ્યા હતા. તો તેઓએ પોતાની નૈતિક ફરજ સમજી ચૂંટાયેલી પાંખના પ્રતિનિધિઓને કેમ ના જણાવ્યું.? એક મોટો સવાલ છે..
શહેરમાં જે વિસ્તારોમાં ડિમોલિશન કામગીરી પૂર્ણ થઈ હોય તે વિસ્તારોમાંથી કાટમાળ ખસેડયા બાદ અન્ય વિસ્તારોમાં ડિમોલિશન કરવા રજૂઆત કરાઈ.
સામાન્ય સભામાં પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિએ ઓફિસર ને જણાવ્યું હતું કે તંત્ર દ્વારા જે વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી થઈ ગઈ હોય તે વિસ્તારમાં સત્વરે કાટમાળ ખસેડી રસ્તાઓ શરૂ કરવામાં આવે. અને ત્યારબાદ અને વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવે તે માટે રજૂઆત કરી હતી.તો આ સાથે ચોમાસુ સામે છે ત્યારે વિવિધ વિસ્તારોથી કાટમાળ દૂર થાય ત્યારે જ દબાણ હટાવ ઝુંબેશ કરાય તેવી રજૂઆતો પણ કરવામાં આવી હતી.
દબાણ હટાવ ઝુંબેશમાં પાલિકા દ્વારા કેટલી દુકાનો તોડી પડાઈ તે અંગે સર્વે કરી મુસદ્દો તૈયાર કરવામાં આવે તેવી માંગણી ઉઠી
તાજેતરમાં વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરી રસ્તામાં અવરોધરૂપ નગરપાલિકાના શોપિંગ સેન્ટરમાં આવેલી સંખ્યાબંધ દુકાનો તોડી પાડવામાં આવી છે. જેમાં ઘણા ખરા વેપારીઓ વિસ્થાપિત થયા છે ત્યારે પાલિકા દ્વારા વેપારીઓના હિતમાં અન્ય જગ્યાએ દુકાનો બનાવી ફાળવણી કરવા અંગે ઠરાવની કામગીરી હાથ ધરી છે ત્યારે કેટલાક સુધરાઈ સભ્યોની રજૂઆત છે કે પાલિકા દ્વારા એક સર્વે કરાવવામાં આવે જેમાં મૂળ માલિકો,ભાડું આ તો તેમજ પેટા ભાડુઆતોની કેટલી દુકાનો તૂટી છે તે પ્રકારનો મુસદ્દો તૈયાર કરી કેટલી જગ્યા જોઈએ છે તે અંગે ખરાઈ ખરી સરકારમાં દરખાસ્ત મુકે તો દાહોદ નગરપાલિકા નો પારદર્શક વહીવટ દેખાય તેમ છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે આદિવાસી સમાજ દ્વારા 15.03.1976 ના રોસ્ટર મુજબ 50% અનામતના હક સાથેની માંગણી અંગે સંબંધિતોને આવેદન પાઠવી જણાવ્યું છે કે આગામી સમયમાં પાલિકા તંત્ર દ્વારા નગરપાલિકા હસ્તકના શોપિંગ સેન્ટરોમાં આવેલી દુકાનો અંગે નવેસરથી સરકારી ધારા ધોરણ અને નીતિ નિયમ મુજબ જાહેર હરાજી કરી દુકાનો ફાળવવામાં આવે અને તેમાંય બંધારણમાં જોગવાઈ મુજબ આદિવાસી સમાજને આ દુકાનોમાં 50% અનામત ફાળવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે.