
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના નળવાઈ ગામે બે મોટર સાયકલ ભટકાતાં અકસ્માત સર્જાયો:બે ચાલક સહિત એક મહિલા ઇજાગ્રસ્ત.
ગરબાડા તાલુકાના નળવાઈ ગામે ગાંગરડી ગરબાડા રોડ પર બે મોટર સાયકલ પૂરપાટ ઝડપે સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બે ચાલકો સહિત એક મહિલાને ભારે ઈજાઓ પહોંચી હતી પૂરપાટ ઝડપે ધડાકાભેર અવાજ સાથે મોટર સાયકલ અથડાતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.