
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા દાહોદ નેશનલ હાઈવે ની કામગીરી દરમિયાન ભિલવા માં રસ્તામાં આવતા હનુમાનજી મંદિરને ખસેડવા વિધિવત પૂજા કરવામાં આવી
ભીલવા ચૌહાણ ફળિયા માં અતિ પૌરાણિક હનુમાનજીની પ્રતિમા આવેલ હતી જ્યાં ભક્તો દ્વારા નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું
ગરબાડા દાહોદ નેશનલ હાઈવે નું પહોળો કરીને નવીનીકરણ કરવાનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને રસ્તામાં આવતા દબાણો/લાઈટના વીજપોલ તેમજ વૃક્ષોને હટાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ભીલવા ચૌહાણ ફળિયા માં રોડ નજીક અતિ પૌરાણિક હનુમાનજીની પ્રતિમા મા વાળા સ્થાન પર થોડા સમય પહેલા જ ભક્તો દ્વારા નાનું એવું મંદિર બનાવવામાં આવ્યું હતું જે ગરબાડા દાહોદ નેશનલ હાઈવે ને નડતરરૂપ હોય જેને ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો એ ગોર મહારાજ કિરીટભાઈ દવે ને બોલાવી વિધિવત રીતે પૂજા અર્ચના કરીને મંદિર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી
આ હનુમાનજી મંદિરે નિયમિત રીતે હનુમાન દાદાની પૂજા અર્ચના કરવામાં આવતી હતી જે મંદિર નેશનલ હાઈવે ની કામગીરી દરમિયાન નડતરરૂપ હોવાથી તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આવનાર સમયમાં આ ગામ ના તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા મંદિરનું નિર્માણ નવેસરથી કરવામાં આવશે જે મંદિર નેશનલ હવેથી થોડું દૂર બનાવવામાં આવશે તેવી બાહેદરી આપી હતી
ગરબાડા ના ભીલવામાં નેશનલ હાઈવે ની કામગીરી દરમિયાન નડતર હનુમાનજીના મંદિરને ખસેડવા માટે વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી