
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે બાઈક ચાલકને ડાયવર્ઝન બોર્ડ ન દેખાતા બાઈક કપચીના ઢગલા પર ચડી જતાં અકસ્માત સર્જાયો
ગરબાડા તા.01
ગરબાડા માં હાલ દાહોદ અલીરાજપુર નેશનલ હાઇવે ની કામગીરી ચાલી રહી છે ત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે નાળાનું કામ ચાલતું હોવાથી તે રોડ બંધ કરી વાહનો ને જવા માટે ડાય વર્ઝન આપવામાં આવ્યો છે ત્યાં ગતરોજ રાત્રીના સમયે એક મોટર સાયકલ ચાલક દાહોદ તરફથી આવી રહ્યો હતો ત્યારે તેને અચાનક ડાયવર્ઝન બોર્ડ ને રેડિયમ ના હોવાથી તે ના દેખાતા ચાલક બાઈક સાથે કપચીના ઢગલા પર ચડાવી દેતાં ફંગોળાઈ બાઈક સાથે રોડ પર પટકાતા મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં લોકો ના ટોળા ભેગા થયા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્ત ચાલક ને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઠેર ઠેર આ રોડ પર ડ્રાઇવરજન આપવામાં આવ્યા છે પરંતુ સાઈન બોર્ડ કે રેડીયમની પટ્ટી ઓ નો અભાવ જોવા મળી રહ્યો છે.