દાહોદમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્રારા ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીની જન્મજ્યંતીને અનુલક્ષીને દાહોદમાં બ્રહ્મ સમાજ દ્રારા ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરી હતી.જેમાં શોભાયાત્રા સહીત મહાપ્રસાદીના અનેક વિધ કાર્યક્રમો પણ યોજાયા હતા.
હિન્દૂ પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ પરશુરામ જન્મજયંતિ ઉજવવામાં આવે છે. હિન્દૂ માન્યતાઓ અનુસાર ભગવાન શ્રી વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની જન્મજયંતી બ્રહ્મ સમાજ દ્રારા ઉજવવામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લામાં વસતા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામજીની જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સૌપ્રથમ બ્રહ્મ સમાજ દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાન અનુસાર પરશુરામ દાદાની સામુહિક રીતે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા ભરતદાસજીની વાટિકા ખાતેથી સંગીતની મધુર સુરાવલી વચ્ચે કાઢવામાં આવી હતી.જે શહેરના જુદા જુદા માર્ગો પર ફરી હતી. ત્યારબાદ આ શોભાયાત્રા પુનઃ ભરતદાસજીની વાટિકા ખાતે આવી હતી. અને સાંજના 7:30 વાગે પરશુરામ દાદા ની મહા આરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.તો સાથે સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકોએ ભાગ લીધો હતો. જોકે શોભાયાત્રા દરમિયાન ભગવાન પરશુરામ ની વિરાટ પ્રતિમા સ્વરૂપ કટ આઉટ, તેમજ, ફરસાએ અનેરુ આકર્ષણ જમાવ્યું હતું.