
રાજેન્દ્ર શર્મા/ જીગ્નેશ બારીયા :- દાહોદ
ધો. ૧૦ ના પરિણામ જાહેર થતાં દાહોદ જિલ્લામાં કહીં ખુશી કહીં ગમ નો માહોલ
કોરોના ને કારણે સરકારે માસ પ્રમોશન આપતા હોશિયાર વિદ્યાર્થી ઓને અન્યાય ની લાગણી
દાહોદ જિલ્લામાં ધો. ૧૦ ના કુલ ૩૧૭૨૧ વિદ્યાર્થીઓ પૈકી માત્ર ૮૩ વિદ્યાર્થીઓ ને એ -૧ ગ્રેડ
પરિણામ ને લઈને વાલીઓમાં પણ નારાજગી
દાહોદ તા.૩૦
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આજે ધોરણ ૧૦નું ૨૦૨૧નું પરણિતામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દાહોદ જિલ્લાનું પણ પરિણામ જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જાેવા મળ્યો હતો. ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં કોરોના મહામારીના કારણે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાઓ રદ કરવા સહિત પરિણામોમાં વિદ્યાર્થીઓને ગ્રેડ આપી પાસ કરી દેવાના નિર્ણય સાથે ઘણા હોશિયાર વિદ્યાર્થીઓમાં નારાજગી સહિત અન્યા પણ થયો હોવાની બુમો ઉઠવા
પામી છે ત્યારે આજના ધોરણ ૧૦ના પરિણામથી દાહોદ જિલ્લામાં પણ આવોજ કંઈક ગણગણાટ સાંભળવા મળ્યો હતો. દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦માં કુલ ૩૧૭૨૧ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાંથી માત્ર ૮૩ જ વિદ્યાર્થીઓનો એ – ૧ ગ્રેડમાં સમાવેશ થયો છે.
દાહોદ જિલ્લામાંથી ધોરણ ૧૦માં કુલ ૩૧૭૨૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં એ – ૧ ગ્રેડમાં ૮૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જ્યારે એ – ૨ ગ્રેડમાં ૩૯૫, બી – ૧ ગ્રેડમાં ૧૫૨૯, બી – ૨ ગ્રેડમાં ૫૧૭૧, સી – ૧ ગ્રેડમાં ૯૨૫૭, સી – ૨ ગ્રેડમાં ૮૯૯૩ અને ડી ગ્રેડમાં ૬૨૯૩ વિદ્યાર્થીઓ પાસ થયાં છે. આ વખતે કોરોનાની બીજી લહેરમાં પણ ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં બઢતી આપી દેવામાં આવી છે. તમામને પાસ કરી દેવામાં આવ્યાં છે ત્યારે હોશિયાર વિદ્યાર્થીઓ સાથે ક્યાંકને ક્યાંક અન્યાય થયો હોવાનો ગણગણાટ વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓમાં ચર્ચાઓ થવા માંડી છે. આવનાર દિવસોમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાણ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ જાહેર થનાર છે અને તેમાં પણ ક્યાંકને ક્યાંક પરિણામને લઈ વિદ્યાર્થીઓ સહિત તેમના વાલીઓમાં અત્યારથી નારાજગી વ્યાપી રહી રહી છે.