
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના પાટીયાઝોલ ગામ ખાતે ઓલ એનિમલ રેસ્ક્યુટ ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
એક અઠવાડિયામાં અજગર નીકળવાની બીજી ઘટના : બે દિવસ આગળ ટૂંકીવજુ ગામ ખાતેથી અજગરનું રેસ્ક્યુ કરાયું હતું
તારીખ : ૨૬માર્ચ
ગરબાડા તાલુકાના પાટીયા ઝોલ ગામ ખાતે ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મળતી વિગતો અનુસાર પાટીયાઝોલ ગામના ભુરીયા ફળિયામાં અજગર જોવા મળતા ગામ લોકો દ્વારા વન વિભાગ તેમજ એનિમલ રેસ્ક્યુટિવ નો સંપર્ક કરવામાં આવ્યો હતો માહિતી મળતાની સાથે જ ઓલ એનિમલ રેસ્ક્યુટીમ તેમજ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને અજગર નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જે રેસ્ક્યુ કરાયેલું અજગરનો વજન સાત કિલો તેમજ તેની લંબાઈ 6 ફૂટ જોવા મળી હતી જેને રેસ્ક્યુ કર્યા બાદ પંચ કેસ કરીને ફોરેસ્ટ એરિયામાં રિલીઝ કરવામાં આવ્યો હતો