
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં પ્રિ-વોકેશનલ એજયુકેશન અંતર્ગત ગ્રામ પંચાયતની મુલાકાત લીધી
અગાઉ પણ કન્યાશાળા ના વિદ્યાર્થીઓ દ્વારા ગરબાડા પોલીસ મથક તેમજ પંચમહાલ બેંકની મુલાકાત કરી હતી
ગરબાડા તા.24
ગરબાડા તાલુકાની કન્યાશાળા ના આચાર્ય તેમજ શાળાના શિક્ષકો દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને ગરબાડા ગ્રામ પંચાયતની મુલાકાત કરાવી બાળકોને માર્ગદર્શિત કર્યા હતા જેમાં શાળાના બાળકોને ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ અશોકભાઇ રાઠોડ તેમજ તલાટી દ્વારા ગ્રામ પંચાયતની કામગીરીથી વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા અને બાળકોને લોકશાહી તેમજ ચૂંટણીપંચ નું પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.