
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા બજારમાં પોલીસે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન ટ્રાફિકમાં અડચણરૂપ છકડા તેમજ હાથ લારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી..
ગરબાડા તા.23
paid pramotion
|| ચાલો ચાલો ક્રિકેટ ટ્રેનિંગ 2023માં ||
આપના બાળકને ઉનાળા વેકેશન દરમિયાન ક્રિકેટની ટ્રેનીંગ માટે મોકલો.. પહેલી એપ્રિલથી contact ajay pal 7046568161
ગરબાડા બજાર સહિત આજુ બાજુ વિસ્તારમાં આદિવાસી સમાજમાં લગ્નસરાની સિઝન ચાલિરહી છે , ત્યારે ગરબાડા બજાર માં લગ્નસરાની ખરીદી કરવા માટે લોકો ગરબાડા બજારમાં આવતા હોય છે. ત્યારે ગરબાડા બજારમાં લોકોની અવર જવર તેમજ ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી ગરબાડા પી.એસ.આઇ જે.એલ.પટેલ સહિત પોલીસ સ્ટાફના માણસો દ્વારા ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. અને ગરબાડા બસ સ્ટેન્ડ વિસ્તારમા રોડ ઉપર કેટલાક લોકો પોતાની હાથ લારીઓ રોડ ઉપર અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી ફ્રુટનો ધંધો કરતા હોય તેમજ છકડા ચાલકો રોડ ઉપર પોતાની ગાડીઓ ઉભી રાખી આવતા જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને અડચણરૂપ થાય તે રીતે પોતાના વાહનો તેમજ લારીઓ ઉભી રાખેલ હોયબલ જેને ગરબાડા પોલીસ દ્વારા આ તમામ ઇસમો વિરુધ્ધમા ઇ.પી.કો. કલમ ૨૮૩ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે અને ટ્રાફિકને અડચણરૂપ છકડા તેમજ હાથલારીઓ ગરબાડા પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.