Thursday, 25/04/2024
Dark Mode

દાહોદના છાપરીમાંથી 1.72 લાખની ગેસ પાઈપની ચોરીમાં માસ્ટર માઇન્ડ બીજી ગેસ કંપનીનો કર્મચારી,ત્રણ ઝડપાયા 

February 8, 2023
        3864
દાહોદના છાપરીમાંથી 1.72 લાખની ગેસ પાઈપની ચોરીમાં માસ્ટર માઇન્ડ બીજી ગેસ કંપનીનો કર્મચારી,ત્રણ ઝડપાયા 

દાહોદના છાપરીમાંથી 1.72 લાખની ગેસ પાઈપની ચોરીમાં માસ્ટર માઇન્ડ બીજી ગેસ કંપનીનો કર્મચારી,ત્રણ ઝડપાયા 

દાહોદમાં લાગેલા નેત્રમ કેમેરાની મદદથી ગેસ પાઈપ ની ચોરીનો ભેદ ઉકેલાયો…

દાહોદ તા.07

દાહોદના છાપરી ગામે પ્રાથમિક શાળા પાસેની એક કંપનીની ઓફીસના કમ્પાઉન્ડમાં કમ્પાઉન્ડમાં મૂકેલા રૂપિયા 1.72 લાખની કિંમતની ગેસની પ્લાસ્ટીકની પાઈપો ચોરાઈ ગઈ હતી.પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. ઉપરાંત દેવગઢ બારીયામાં કરેલી ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

 દાહોદના છાપરી ગામે પ્રાથમિક શાળા પાસે, ઓમ સાંઈ સોસાયટીની બાજુમાં સુવિધા ઈન્ફાકોન પ્રાઈવેટ લીમીટેડ કંપનીની ઓફીસ આવેલી છે.ગત તારીખ 2 ફેબ્રુઆરીના રોજ આ ઓફિસના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મૂકી રાખેલા અલગ અલગ સાઈઝની તથા અલગ અલગ લંબાઈની રૂપિયા 1.72 લાખની કિંમતની પ્લાસ્ટીકની ગેસની પાઈપ લાઈનના બંડલ નંગ 3ની ચોરી થઈ હતી.જેની ફરિયાદ દાહોદ બી ડીવીઝન પોલિસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.

 

  બી ડીવીઝનના પી.આઈ એમ.એન દેસાઈ તેમના પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ એસ.એમ ઠાકોરના નેજા હેઠળ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની જુદી જુદી ટીમો બનાવી ચોરીના ભેદ ઉકેલવા એક્શન પ્લાન બનાવ્યો હતો. ગુનાઓ ડીટેક્ટ કરવા માટે સંકલનમાં રહી દાહોદ શહેરમાં વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ચાલતાં કમાન્ડ એન કંટ્રોલ સેન્ટર નેત્રમના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરવામાં આવ્યા હતા.જેમાં ગુન્હાવાળી જગ્યાએથી ત્રણ અજાણ્યા ઈસમો જીજે-20 એક્સ-2194 નંબરના એક છોટા હાથી ટેમ્પોમાં પ્લાસ્કીટની પાઈપો ચોરી કરી ભરીને લઈ જતાં નજરે પડ્યા હતા.જેથી પોકેટ કોપ એપ્લીકેશનની ઈ ગુજકોપના આધારે છોટા હાથી ટેમ્પો સર્ચ કરતા આ છોટા હાથી ટેમ્પો દાહોદ તાલુકાના વીજાગઢ ગામના શ્યામપુરા ફળિયામાં રહેતા ખમણભાઈ સમસુભાઈ પરમારના નામે હોવાનું જૅણાઈ આવતાં પોલીસે ખમણભાઈ પરમારે પકડી લાવી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ છોટા હાથી ટેમ્પો બાબતે પુછપરછ કરતા તેઓએ આ ટેમ્પો નાની ખરજ બાંડી ખેડી ફળિયામાં રહેતા દિનેશભાઈ ગવજીભાઈ માવીને ભાડે આપ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે દિનેશભાઈ ગવજીભાઈ માવીને પકડીને પોલીસ સ્ટેશનમાં લાવી આ ચોરી બાબતે તથા મુદ્દામાલ બાબતે પુછપરછ કરી હતી. આ ચોરી શ્વેતા સેલ્સ ગેસ લાઈનની કંપનીમાં કામ કરતા રળીયાતી માવી ફળિયાના દીપુભાઈ ભગુભાઈ વડખીયાએ કરી હતી. આ ચોરીના મુદ્દામાલ વણભોરી તથા નગરાળા ગામે મૂકી રાખ્યો હોવાનો પર્દાફાશ થયો હતો.પોલીસે આ બંને જગ્યાએથી રૂપિયા 1,72,000નો પુરેપુરો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દેવગઢ બારિયા ખાતે થયેલી ચોરીનો ભેદ પણ ઉકેલાયો..

 આ આરોપીઓએ એકાદ માસ અગાઉ દે.બારીયામાં કરેલી ચોરીની પણ કબુલાત કરી હતી.જેમાં દેવગઢ બારિઆમાં જલારામ મંદીર પાસે ભાડાની એક રૂમમાંથી ચોરેલા જનરેટર તથા પ્લાસ્ટીકની પાઈપના બંડલો મળી રૂા. 1,30,000નો મુદ્દામાલ કબજે લઈ સાથે સાથે આ ચોરીની ઘટનામાં ઉપયોગમાં લેવાયેલા છોટા હાથી ટેમ્પો કબજે લઈ ત્રણેની ધરપકડ કરી જેલના સળીયા પાછળ મોકલી આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!