
રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદના અમીન પેટ્રોલ પર ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની આશંકા…
ગ્રાહકોને ઓછું પેટ્રોલ અપાતુ હોવાની બૂમને લઈને એલસીબી પોલીસે ડમી ગ્રાહક બનીને પાડી રેડ
૧૮ લીટર પેટ્રોલ ના બદલે માત્ર ૧૬ લીટર પેટ્રોલ આપતા મામલો ગરમાયો
પોલીસે મામલતદાર ને બોલાવી કાર્યવાહી હાથ ધરતાં ખળભળાટ, સંલગ્ન વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ,
કૂદકે ને ભૂસકે વધી રહેલા પેટ્રોલ ના ભાવ છતાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડી થી ગ્રાહકોમાં રોષ
દાહોદ તા.૧૬
એક તરફ દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવો કુદકેને ભુસકે વધી રહ્યાં છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લાનું મુખ્ય મથક એવા દાહોદની શહેરના એક પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ મળતી હોવાની ફરિયાદને લઇ હોબાળો થતાં સમગ્ર જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.
દાહોદ શહેરમાં આવેલ એક પેટ્રોલ પંપ ઉપર ઓછુ પેટ્રોલ અપાતું હોવાની ફરિયાદ સાથે આજરોજ એલ.સી.બી.પોલીસ દ્વારા પેટ્રોલ પંપ ઉપર ધામા નાંખ્યા હતાં. ડમી ગ્રાહક બની પહોંચેલી એલ.સી.બી. પોલીસે ફોર વ્હીલર ગાડીમાં ૧૮ લીટર પેટ્રોલ ભરાવતાં ત્યાર બાદ પોલીસે પરચો બતાવી પેટ્રોલ પંપ ઉપર જ તપાસ કરતાં ૧૮ લીટરની જગ્યાએ ૧૬ લીટર પેટ્રોલ નીકળતાં અને ૦૨ લીટર પેટ્રોલની ગફલત બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળ્યા અનુસાર, બનાવની જાણ મામલતદાર સહિતની ટીમને પણ કરાતાં તમામ ટીમો પેટ્રોલ પંપ ખાતે રવાના થઈ હતી અને પેટ્રોલ પંપ હાલ બંધ કરાવવામાં આવ્યો છે અને ટીમો તપાસનો ધમધમાટ આરંભ કરવામાં આવ્યો છે. આ બનાવને પગલે પેટ્રોલ પંપ ઉપર લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને લોકોમાં એક પ્રકારનો આક્રોશ પણ જાેવા મળ્યો હતો.
એક તરફ કોરોનાની મારી અને બીજી તરફ મોંઘવારીની માર અને તેની સામે પેટ્રોલ, ડીઝલના વધતાં ભાવોને પગલે લોકો હેરાન પરેશાન છે ત્યારે આવા મોંઘવારીના સમયમાં કેટલાંક વેપારીઓ આ મોંઘવારીના સમયમાં પણ ફાયદો ઉઠાવી લોકોને લુંટી રહ્યાં છે. કાળા બજારીયા હોય કે, પછી વેપારીઓ તમામે હદ પાર કરી છે. આજના દાહોદ શહેરના એક કિસ્સાને પગલે સમગ્ર દાહોદ જિલ્લાવાસીઓમાં રોષ સાથે આક્રોશની લાગણી વ્યાપી જવા પામી છે.
દાહોદના આમીન પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ મળતું હોવાની ફરિયાદો: એલસીબીએ ડમી ગ્રાહક ઉભો કરી છટકુ ગોઠવી રેડ પાડી
દાહોદ શહેરના સ્ટેશન રોડ અને નેહરૂ બાગની સામે આવેલ અમીનભાઈ દારૂભાઈ એન્ડ સન્સ નામક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ઓછું અપાતું હોવાની ફરિયાદ દાહોદ એલ.સી.બી.પોલીસને મળી હતી. આ ફરિયાદને પગલે આજરોજ દાહોદ એલ.સી.બી. પોલીસે ડમી ગ્રાહક બની પોતાની ટુ વ્હીલર લઈ આ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યાં હતાં જ્યાં પેટ્રોલ પંપ ઉપર હાજર વ્યક્તિને ૧૮ લીટર પેટ્રોલ ભરવાનું જણાવ્યું હતું. પેટ્રોલ ભરાઈ ગયાં બાદ એલ.સી.બી. પોલીસે પોતાની ઓળખ આપતાં ઉપસ્થિત પેટ્રોલ પંપના કર્મચારીઓ પરસેવે રેબઝેબ થઈ ગયાં હતાં. પોલીસ દ્વારા તાત્કાલિક પેટ્રોલ પંપ ઉપર જ ભરાવેલ પેટ્રોલ માપવાની કામગીરી આરંભ કરી હતી. ૧૮ લીટરની જગ્યાએ ૧૬ લીટર પેટ્રોલ હોવાનું સામે આવતાં ઉપસ્થિત પેટ્રોલ ભરાવેલ આવેલ ગ્રાહકો પણ અચંબામાં મુકાઈ ગયાં હતાં.
એલસીબી પોલીસે મામલતદાર ને બોલાવી કાર્યવાહી હાથ ધરતાં ખળભળાટ
આ બાબતની જાણ દાહોદ મામલતદાર સહિતની ટીમ પણ કરવામાં આવતાં મામલતદારની ટીમનો કાફલો પણ પેટ્રોલ પંપ ઉપર રવાના થઈ ગઈ હતી. પેટ્રોલ પંપ હાલ બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ પેટ્રોલ ઉપર પેટ્રોલ ઓછુ અપાતું હોવાની છડેચોક બુમો ઉઠતી હતી અને આ સિવાય દાહોદના અન્ય પેટ્રોલ પંપ ઉપર પણ પેટ્રોલ ઓછુ અપાઈ રહ્યું હોવાની પણ છડેચોક બુમો ઉઠી રહી છે ત્યારે દાહોદ એલ.સી.બી. પોલીસ સહિત વહીવટી તંત્રના સંલગ્ન અધિકારીઓ દ્વારા શહેર સહિત જિલ્લાના અન્ય પેટ્રોલ પંપોની પણ આવી સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરે તો અનેક સઘળી હકીકત બહાર આવવાની પુરેપુરી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે. ગ્રાહકોને ઓઠુ પેટ્રોલ આપી ઠગતાં આવા પેટ્રોલ પંપો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી શહેર સહિત જિલ્લાવાસીઓમાં ઉઠવા પામી છે.
#Paid pramotion
Contact us :- sunrise public school
—————————-