
રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક
રેલવે સબંધી કેટલાક મુદ્દાઓને લઈ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિનું રેલવે મુખ્ય કારખાના પ્રબંધકને આવેદન…
દાહોદ તા.22
દાહોદમાં પશ્ચિમ રેલવે કારખાનાની સામે નિર્માણાધીન અસ્થાયી દુકાનો તેમજ સપોર્ટસ ગ્રાઉન્ડ ખાતે કોમર્શિયલ બિલ્ડીંગ, સાત રસ્તા ખાતે નવીન પાવર સ્ટેશન અન્ય જગ્યાએ ખસેડવા તથા પરેલ ખાતે વર્ષોથી કાર્યરત પોસ્ટ ઓફિસને અન્ય જગ્યાએ ખસેડવાની માંગણી સાથે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિએ રેલવે મુખ્ય કારખાના પ્રબંધકને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી..
પશ્ચિમ રેલવેના રતલામ મંડળમાં સમાવિષ્ટ રેલવે કારખાનામાં હાલમાં જ 20 હજાર કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તેમજ આસપાસના વિસ્તારોમાં નવી સુવિધાને અનુરૂપ સંલગ્ન વિભાગોની કચેરીઓ સ્થાપવા માટે રેલવે તંત્ર દ્વારા જુદા જુદા વિકાસના કાર્યો પ્રગતિ પર છે.જેમાં હાલમાં જ કેટલા મંડળ દ્વારા રેલવે કારખાનાની સામે છેલ્લા કેટલાય વર્ષોથી મેદાન પર નવરાત્રી દરમિયાન રામલીલાનું આયોજન કરી નાટક ભજવાય છે.તેમજ દશેરાના દિવસે આ સ્થળે રાવણ દહન કરવામાં આવે છે. વર્ષોથી આ પ્રસાદ ચાલતી આવી છે જે હિન્દુ આસ્થાનો પ્રતીક છે.જેને નષ્ટ કરી રેલવે દ્વારા 20 જેટલી અસ્થાયી દુકાનો વાણિજ્ય હેતુ માટે બનાવવાની મંજૂરી આપી છે.જેનું હાલ 13 જેટલી દુકાનો પૂર્ણતાના આરે છે.આ દુકાનોના નિર્માણના વિરોધમાં વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા અન્ય હિન્દુ સંગઠનો વિરોધ નોંધાવી ચૂક્યા છે.પરંતુ કોઈ નિકાલ ન આવતા આજરોજ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિએ રેલવે વર્કશોપ ખાતે મુખ્ય કારખાના પ્રબંધકને વિવિધ માંગો સાથેનું એક આવેદનપત્ર પાઠવી હતી રજૂઆત કરાઈ હતી જેમાં દાહોદ શહેર કોંગ્રેસ સમિતિના જણાવ્યા અનુસાર રેલ્વે દ્વારા દાહોદ રેલ્વે વર્કશોપ સ્પોર્ટસ એસોસિએશનની જમીન પર એડમિનિસ્ટ્રેશન બિલ્ડીંગની કચેરી બનાવવા જઈ રહ્યા છે.જેના કારણે બાળકોને રમવા હેતુથી બનાવવામાં આવેલો એકમાત્ર સુંદર મોટો ગ્રાઉન્ડ બરબાદ થઈ જશે.આ ગ્રાઉન્ડ ઉપર કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવાની જગ્યાએ રેલ્વે દ્વારા રમત ગમત ક્ષેત્રે નવી સુવિધાઓ ઉભી કરાય તો આ મેદાન પર નેશનલ ઇન્ટરનેશનલ રમતો રમાશે જેના કારણે દાહોદ નું નામ વિશ્વના ફલક ઉપર ચમકશે તેમાં કોઈ બે મત નથી. તેમજ રેલવે કારખાનાના મુખ્ય ગેટ સામે પ્રસ્તાવિત રેલવે પાવર સ્ટેશન તેમજ છેલ્લા 60 વર્ષોથી રેલવે કોલોની ખાતે કાર્યરત પોસ્ટ ઓફિસ અન્ય સ્થળે ખસેડવામાં આવે જેથી નાગરિકોને સુવિધા વધુ મળે તે માટેનું આવેદનપત્ર દાહોદ શહેર કોંગ્રેસ સમિતિએ રેલવે કારખાના મુખ્ય પ્રબંધકને સોંપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.