દાહોદ: પરિવાર સાથે રોજગાર અર્થે રતલામથી મુંબઈ જતા રસ્તામાં ચાલુ ટ્રેનમાંથી પડી જતા યુવકનું મોત: પાંચ બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું…

Editor Dahod Live
2 Min Read

દાહોદ: પરિવાર સાથે રોજગાર અર્થે રતલામથી મુંબઈ જતા રસ્તામાં ચાલુ ટ્રેનમાંથી પડી જતા યુવકનું મોત: પાંચ બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું…

દાહોદ તા.16

પશ્ચિમ રેલવેના રતલામથી સુપરફાસ્ટ ટ્રેનમાં પાંચ બાળકો તેમજ પત્ની સાથે મુંબઈ રોજગાર અર્થે એક ઈસમ દાહોદ નજીક ચાલુ ટ્રેનમાંથી પડી જતા તેના શરીરે જીવ લઈને ઈ જાઓ પહોંચતા મોતને ભેટ્યો હતો. ટ્રેનમાંથી પડી જવાના કારણે મોતની ભેટેલા ઈસમના માસુમ અને કુમળા પાંચ બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન ના ફોટા જિલ્લા થી 50 કિલોમીટર દૂર અનતાઈ ગામના રહેવાસી ધનરાજ મોગા વાઘરી તેની પત્ની તેમજ પાંચ નાના નાના બાળકો સાથે રતલામ થી સુપરફાસ્ટ ટ્રેનમાં બેસી મુંબઈ ફુગ્ગા વેચવાના ધંધા અર્થે જઈ રહ્યો હતો. ધનરાજ મુંબઈ જવા માટે ટ્રેનના દરવાજે બેસી મુસાફરી કરી રહ્યો હતો. તે મુંબઈ પહોંચે તે પહેલા જ રસ્તામાં દાહોદ નજીક તેણે ચક્કર આવતા પૂર ઝડપે જતી ચાલુ ટ્રેનમાંથી રેલવે ટ્રેક પર પડી જતા ધનરાજ ને જીવ લેણ ઇજાઓ પહોંચી હતી. જેના કારણે તેનો મૃત્યુ નીપજ્યું હતું..જોકે ઘટના સ્થળે પહોંચેલી ગુજરાત પોલીસે મૃતકના મૃતદેહને પીએમ કરવા માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. અત્રે ઉલ્લેખની છે કે મરણ જનાર ધનરાજ વાઘરી કહેવાય રહ્યું છે. જોકે પાંચ બાળકો સાથે મુંબઈ જઈ રહેલા ધનરાજના મૃત્યુથી નાના ફુલ જેવા પાંચેય બાળકોએ પિતાનું છત્ર ગુમાવી છે સાથે સાથે તેની પત્ની પણ નોંધારી બની છે.

Share This Article