Thursday, 03/04/2025
Dark Mode

દાહોદમાં ધોળે દિવસે બંદૂકની અણીએ લૂંટ કરનાર આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી દબોચી જેલભેગો કર્યો.

September 20, 2022
        505

રાજેન્દ્ર શર્મા :- દાહોદ દાહોદ લાઈવ ડેસ્ક..

દાહોદ:જુગારની લતમાં દેવાદાર બનેલા ખંડણીખોરે બંદૂકની અણીએ લૂંટને અંજામ આપ્યાનો ઘસ્ફોટક…

જુગારની લતમાં દેવાદાર બનેલો ખંડણીખોરે શોર્ટકટ અપનાવી બંદૂકની અણીએ લૂંટને આપ્યો અંજામ.

દાહોદમાં ચાર દિવસ અગાઉ બંદૂકની અણીએ થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો..

અગાઉ ખંડણીના કેસમાં જેલમુક્ત થયેલો તેમજ જુગારની લતમાં દેવાદાર બનેલા શંકર શોર્ટકટ અપનાવી બન્યો લૂંટારો..

દાહોદમાં ધોળે દિવસે બંદૂકની અણીએ લૂંટ કરનાર આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી દબોચી જેલભેગો કર્યો.

આરોપીએ 2015 માં મહારાષ્ટ્રના આકોલા જિલ્લામાં એક વ્યક્તિના અપહરણ તેમજ ખંડણીના કેસમાં પકડાયા બાદ 36 મહિનાનો જેલવાસ ભોગવ્યા બાદ જામીનમુક્ત થયો..

દાહોદ જિલ્લામાં લીમખેડામાં દોઢેક વર્ષ રહ્યા બાદ લીમડી રહેવા આવ્યો..

પોલીસ દ્વારા વેપન ક્યાંથી ખરીદી, મકાન માલિક દ્વારા ભાડેથી આપતાં પહેલા પોલિસને જાણ કરી..? તેવી તપાસો હવે ચાલશે..

દાહોદ તા.૧૯

દાહોદમાં ધોળે દિવસે બંદૂકની અણીએ લૂંટ કરનાર આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી દબોચી જેલભેગો કર્યો.

દાહોદ શહેરમાં સ્ટેશન રોડ પર આવેલ એક મોબાઈલની દુકાનમાં ધોળા દિવસે એક લૂંટારૂ દ્વારા દુકાનદારને બંદૂકની અણીએ ₹50,000/- ઉપરાંતની રોકડેની લૂંટ કરી લઈ નાસી ગયા ના બનાવ મામલે સમગ્ર દાહોદ શહેરમાં ચર્ચા નથી જોવા પામી હતી ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ એલસીબી પોલીસની તપાસનો ધમધમાટ આરંભ કરતા લૂંટ ચલાવનાર આરોપીને મહારાષ્ટ્ર રાજ્યમાંથી ઝડપી પાડી દાહોદ મુકામે લઈ આવી હતી અને જેલ કરી દીધો હતો. ઝડપાયેલ લૂંટારૂ પાસેથી પોલીસે રોકડ રૂપિયા સહિત માઉઝર પિસ્તોલ, બે જીવતા કારતુસ વગેરે મળી કુલ રૂપિયા 78,599/- નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.

દાહોદમાં ધોળે દિવસે બંદૂકની અણીએ લૂંટ કરનાર આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી દબોચી જેલભેગો કર્યો.

થોડા દિવસ પૂર્વે દાહોદ શહેરમાં 24 કલાક ધમધમતા એવા સ્ટેશન રોડ વિસ્તાર ખાતે આવેલ એક મોબાઈલની દુકાનમાં એક લૂંટારો દ્વારા બંદૂકની અણીએ દુકાનદાર માલિક મુસ્લિમ ભાઈ ઝુમ્મરવાલાને બાનમાં લઈ 56,700/- ની રોકડ રકમની લૂંટ ચલાવી લૂંટારૂ મોટર સાયકલ લઈને નાસી ગયો હતો. ઘટનાને પગલે દાહોદ શહેરમાં પામી હતી ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ દાહોદ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ આરંભ કરતા પોલીસે લુટારૂની મોટરસાયકલનો નંબર જે મહારાષ્ટ્ર પાર્સિંગનો હતો અને દુકાનદાર પાસેથી એક મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો તે મોબાઈલ ફોનના ટેકનિકલ સોર્સ મારફતે અને મહારાષ્ટ્રના આરટીઓ વિભાગમાં મોટરસાયકલના નંબરની તપાસ હાથ ધરતા દાહોદ એલસીબી પોલીસને મહત્વની કડીઓ મળી હતી અને આરોપી લૂંટારૂ મહારાષ્ટ્રમાં હોવાનું પોલીસને જાણમાં આવ્યું હતું. પોલીસે અલગ અલગ ટીમો

દાહોદમાં ધોળે દિવસે બંદૂકની અણીએ લૂંટ કરનાર આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી દબોચી જેલભેગો કર્યો.

બનાવી તાબડતોડ દાહોદ એલસીબી પોલીસ મહારાષ્ટ્ર મુકામે પહોંચી હતી અને મહારાષ્ટ્ર ખાતેથી લૂંટારૂ આરોપીના ઝડપી પાડી દાહોદ મુકામે લઈ આવી હતી જ્યાં આરોપી લૂંટારૂ લૂંટારોની સઘન પૂછપરછ કરતા તેને પોતાનું નામ શંકર સુરેશ કોસ્ટી જણાવ્યું હતું અને તે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી અને હાલ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતો હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું હતું પોલીસે તેની રોકડા રૂપિયા 22, 000/-, એક મોટરસાયકલ, માઉઝર પિસ્તોલ, બે જીવતા કારતુસ અને દુકાનદાર પાસેથી પૈસાની સાથે સાથે લૂંટી લીધેલ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 78,599/-નો મુદ્દામાલ પોલીસે કર્યો હતો. ઝડપાયેલ આ લૂંટારો દાહોદ શહેરમાં અગાઉ તારીખ નવમી સપ્ટેમ્બરના રોજ એક મોબાઈલની દુકાનમાંથી એક 20 હજાર ઉપરાંતની કિંમતના મોબાઈલની ચોરી પણ કરી હોવાનું પોલીસ સમક્ષ ઝડપાયેલ લુટારૂ દ્વારા કબુલાતમાં બહાર આવ્યું હતું.

અપહરણ,ખંડણી જેવા ગુનાહિત ઇતિહાસ ધરાવતો શંકર જેલમુક્ત થયાં બાદ બન્યો લૂંટારો…

દાહોદમાં ધોળે દિવસે બંદૂકની અણીએ લૂંટ કરનાર આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી દબોચી જેલભેગો કર્યો.

મહારાષ્ટ્રના ભૂલવણનો રહેવાસી શંકર કોષ્ટિ સાત વર્ષ અગાઉ મોજ શોખના રવાડે ચડી ગુનાખોર બન્યો હતો. 2015માં મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં એક વ્યક્તિનું અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં ઝડપાયા બાદ 36 માસ જેલ કારાવાસ ભોગવ્યા બાદ જામીન પર મુક્ત થયો હતો અને ત્યારબાદ પોતાની મોટરસાયકલ તેમજ માઉઝર પિસ્તોલ લઈ દાહોદ જિલ્લામાં આવ્યો હતો.ત્યારબાદ થોડેક વર્ષ લીમખેડા મુકામે રહ્યો હતો અને ત્યારબાદ ઝાલોદ તાલુકાના લીમડી મુકામે રહેવા આવ્યો હતો. અને એક જ મહિનામાં ચોંરી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં સફળ રહ્યો હતો.

જુગારની લતમાં દેવાદાર બનેલા શંકરે શોર્ટકટ અપનાવી દેવા માંથી મુક્ત થવા માટે લૂંટને અંજામ આપ્યાનો ઘસ્ફોટક…

દાહોદમાં ધોળે દિવસે બંદૂકની અણીએ લૂંટ કરનાર આરોપીને પોલીસે મહારાષ્ટ્રથી દબોચી જેલભેગો કર્યો.

કોસ્મેટીક ધંધા અર્થે મહારાષ્ટ્ર થી દાહોદ આવેલો શંકરના મોજશોખના લીધે જુગાર રમવાની લતમાં પડ્યો હતો જ્યાં દેવાદાર બનતા મકાનનું ભાડું તેમજ દેવું ચૂકવવા માટે ગુનાહિત માનસિક ધરાવતા આ આરોપીએ દેવા મુક્ત થવા માટે શોર્ટકટ અપનાવી લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.

લૂંટને અંજામ આપ્યા બાદ ભાગવાની લ્હાયમાં ફેંકેલો સમાન જ પોલીસ માટે લૂંટારા સુધી પહોંચવાનું પગેરું સાબિત થયું

સ્ટેશન રોડ પર મોબાઇલની દુકાનમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ બાઈક પર ભાગવાના ચક્કરમાં આરોપી શંકર પોતાની સાથે લાવેલો સમાન ફેંકીને ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પરંતુ પોલીસે તેને મોટરસાયકલનો નંબર, કોસ્મેટિક નો સામાન, તેમજ સીસીટીવી કેમેરા તથા હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ નો રેલો લીમડી સુધી પહોંચ્યો અને ત્યારબાદ પરિવાર સાથે મહારાષ્ટ્ર તરફ ભાગેલો આ આરોપીને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી રસ્તામાં જ દબોચી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!