Friday, 11/07/2025
Dark Mode

દાહોદ તાલુકાના દેલસરમાં પ્રેમીએ લગ્નની ના પાડતાં  પ્રેમિકાએ પંખા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો..

August 14, 2022
        500
દાહોદ તાલુકાના દેલસરમાં પ્રેમીએ લગ્નની ના પાડતાં  પ્રેમિકાએ પંખા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો..

દાહોદ તાલુકાના દેલસરમાં પ્રેમીએ લગ્નની ના પાડતાં  પ્રેમિકાએ પંખા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો..

દાહોદ તા.૧૪

દાહોદ તાલુકાના દેલસર ગામે એક યુવકે પોતાની પ્રેમીકા સાથે પ્રેમ સંબંધ બાંધી પ્રેમીકાને લગ્નની ના પાડી દેતાં આ બાબતનું યુવતીને લાગી આવતાં યુવતીએ પોતાના ઘરે પંખા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

દાહોદ તાલુકાના દેલસર ગામે મહુડી ફળિયામાં રહેતો વિકાસ મનુભાઈ નીનામા અને પોતાના ગામમાં રહેતી જ્યોતિકાબેન વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. વિકાસ અને જ્યોતિકાબેન વચ્ચેના પ્રેમ સંબંધમાં એક જ્યોતિકાબેને વિકાસ સામે લગ્નન કરવાનો પ્રસ્તાવ મુકતાં વિકાસે જ્યોતિકાબેન સાથે લગ્ન કરવાની ના પાડી દેતાં આ બાબતનું જ્યોતિકાબેનને મનમાં લાગી આવ્યું હતું અને તારીખ ૨૬મી જુલાઈના રોજ જ્યોતિકાબેને પોતાના ઘરમાં પંખાના હુક ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો અને ઘટનાને પગલે ગ્રામજનોમાં પણ ચકચાર મચી જવા પામી હતી ત્યારે આ સંબંધે મૃતક જ્યોતિકાબેનના પિતા સુરેશભાઈ છગનભાઈ ડામોરે ઉપરોક્ત યુવક વિરૂધ્ધ દાહોદ બી. ડિવીઝનમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે યુવક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!